તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગની રૂ. ૯૩૦ કરોડની સંપત્તિ ટાંચમાં
ગર્ગે અપરાધની કમાણીનું વિદેશમાં અને પોતાની કંપનીઓમાં રોકાણ કરી કાળા નાણાંને વ્હાઇટ બનાવવાનાં પ્રયત્નો કર્યા હતાં : મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ કેસમાં ઇડીની કાર્યવાહી

નવી દિલ્હી તા.૧૯: મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ નેટવર્કથી જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીની તપાસનાં દાયરામાં એબિક્સ ઇન્કનાં ચેરમેન વિકાસ ગર્ગ છે.
આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ઓનલાઇન બેટિગ સિડિકેટથી જોડાયેલ અપરાધની કમાણીનું વિદેશી રોકાણ અને અન્ય માધ્યમોથી કાયદેસર બતાવી પોતાની કંપનીઓમાં રોકાણ કરી કાળા નાણાંને વ્હાઇટ બનાવવાનાં પ્રયત્નો કર્યા હતાં. ઇડીએ વિકાસ ગર્ગ પરિવારનાં માલિકીવાળી એરાયા લાઇફસ્પેસ લિમિટેડનાં લગભગ ૮૯૩ કરોડ રૂપિયાનાં શેર ટાંચમાં લીધા છે. આ કંપની એબિક્સ ઇન્કથી જોડાયેલી છે.
આ ઉપરાંત દિલ્હી સ્થિત રહેઠાણ અને ઓફિસ, ગોવા, નૈનીતાલ સહિત અન્ય સ્થળોએ આવેલ સંપત્તિઓ પણ ટાંચમાં લેવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિનું કુલ મૂલ્ય ૯૩૦ કરોડ રૂપિયાથી વધુ બતાવવામાં આવી રહ્યું છે.
આ અગાઉ વર્ષ ૨૦૨૪માં પણ ઇડીએ વિકાસ ગર્ગ સાથે જોડાયેલ પરિસરોમાં દરોડા પાડયા હતાં. ત્યારબાદ તેમને અનેક વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં અને તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતાં.
તપાસ એજન્સીનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર વિકાસ ગર્ગને મહાદેવ ઓનલાઇન બેટિંગ નેટવર્કનાં માસ્ટરમાઇન્ડ હરિશંકર તિબરેવાલનાં નજીકનાં માનવામાં આવે છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
