તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
‘વ્હાઇટ હાઉસમાં પ્રવેશ એ વિશેષાધિકાર છે, બંધારણીય અધિકાર નહીં’: પત્રકારો પરના પ્રતિબંધના નિર્ણયનો ટ્રમ્પ વહીવટીતંત્ર અને DOJ દ્વારા કોર્ટમાં બચાવ!
સુરક્ષાના ઉલ્લંઘનનો હવાલો આપી સીએનએન (CNN), પોલિટિકો (POLITICO) અને MS NOW જેવા અગ્રણી મીડિયા હાઉસના પત્રકારોના હાર્ડ પાસ રદ કરાયા; ફર્સ્ટ એમેન્ડમેન્ટ પ્રેસને સરકારી ઈમારતોમાં અમર્યાદિત પ્રવેશની છૂટ નથી આપતું: ફેડરલ કોર્ટમાં ન્યાય વિભાગની ધારદાર દલીલ.

વોશિંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર અને પ્રમુખપદની પ્રેસ કોર્પ્સ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સીએનએન (CNN), એમએસ નાવ (MS NOW), અને પોલિટિકો (POLITICO) જેવા અગ્રણી મીડિયા ગૃહોના પત્રકારોના વ્હાઇટ હાઉસમાં પ્રવેશ માટેના ‘હાર્ડ પાસ’ રદ કરવાના નિર્ણયનો યુએસ ન્યાય વિભાગ (Department of Justice - DOJ) એ ફેડરલ કોર્ટમાં મજબૂત બચાવ કર્યો છે. ન્યાય વિભાગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પત્રકારો માટે વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરવો એ એક ‘વિશેષાધિકાર’ (Privilege) છે, કોઈ અબાધિત બંધારણીય ‘અધિકાર’ (Right) નહીં.
સુરક્ષા અને પ્રોટોકોલનું કારણ આપી હાર્ડ પાસ રદ કરાયા
ટ્રમ્પ વહીવટીતંત્રે ચોક્કસ મીડિયા સંસ્થાઓના પત્રકારો પર વ્હાઇટ હાઉસ સંકુલમાં પ્રવેશવા પર રોક લગાવી દીધી હતી અને તેમના કાયમી એન્ટ્રી પાસ રદ કર્યા હતા. વહીવટીતંત્રે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિ અને વ્હાઇટ હાઉસની સુરક્ષા તેમજ આંતરિક પ્રોટોકોલ જાળવી રાખવા માટે આ પગલું અનિવાર્ય હતું. સુરક્ષા માપદંડો અને ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ પાસે કોઈપણ પત્રકારનો પ્રવેશ નિયંત્રિત કરવાનો કે રદ કરવાનો સંપૂર્ણ અધિકાર રહેલો છે.
અમેરિકી બંધારણના પ્રથમ સુધારા (First Amendment) પર DOJ ની સ્પષ્ટતા
વોશિંગ્ટન ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા સત્તાવાર કાનૂની દસ્તાવેજોમાં ન્યાય વિભાગે ભારપૂર્વક જણાવ્યું હતું કે:
• પ્રેસની સ્વતંત્રતા સીમિત: યુએસ બંધારણનો પ્રથમ સુધારો (First Amendment) પ્રેસની સ્વતંત્રતાની ગેરંટી ચોક્કસ આપે છે, પરંતુ તે પત્રકારોને કોઈપણ સરકારી ઈમારત કે સંવેદનશીલ વ્હાઇટ હાઉસ પરિસરમાં વિના પરવાનગીએ પ્રવેશવાનો અનિવાર્ય અધિકાર આપતો નથી.
• સરકારનો સાર્વભૌમ અધિકાર: વ્હાઇટ હાઉસ એ માત્ર એક પ્રેસ રૂમ નથી પરંતુ દેશનું સર્વોચ્ચ કારોબારી કાર્યાલય છે. તેથી સુરક્ષાના કારણોસર ત્યાં પ્રવેશ નિયંત્રિત કરવો એ સંપૂર્ણપણે કાયદેસર છે.
મીડિયા સંગઠનો દ્વારા કરવામાં આવેલી અરજી સામે સરકારના આ આક્રમક વલણથી અમેરિકી રાજકારણ અને મીડિયા જગતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રેસ એક્સેસ મુદ્દે એક નવી અને ગંભીર કાનૂની બહેસ છેડાઈ ગઈ છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
