News of Thursday, 22nd October 2026
ટ્રાયલમાં વર્ષોનો સમય લાગવાના આધારે આરોપીને છોડી ન શકાય
હાઇકોર્ટના ચુકાદાને રદ્દ કરતી સુપ્રીમનું અવલોકન : હાઇકોર્ટે આરોપીઓ પ્રત્યે સહાનુભુતિ રાખી જ્યારે પીડિત પર ધ્યાન ના આપ્યું: સુપ્રીમ

નવી દિલ્હી,તા.૨૨: ટ્રાયલ કોર્ટમાં ૨૨ વર્ષ સુધી કેસ ચલાવવાના આધાર પર આરોપીઓને રાહત આપી છોડી મુકવા બદલ અલ્લાહાબાદ હાઇકોર્ટની સુપ્રીમ કોર્ટે ભારે ટીકા કરી હતી. સાથે જ આરોપીઓને સરેન્ડર કરવાના આદેશ પણ આપ્યા હતા. સુપ્રીમે કહ્યું હતું કે આરોપીઓ પ્રત્યે સહાનુભૂતિ દેખાડવી યોગ્ય નથી.
સુપ્રીમે કહ્યું હતું કે આ સમગ્ર મામલામાં કોર્ટ દ્વારા પીડિત પર ધ્યાન જ ના આપવામાં આવ્યું, પીડિત આજે પણ સારવાર લઇ રહેલ છે. વર્ષ ૨૦૦૩ના આ મામલામાં સુપ્રીમ કોર્ટે બન્ને આરોપીઓને સરેન્ડર કરવાના આદેશ આપ્યા હતા. સાથે જ અલ્લાહાબાદ હાઈકોર્ટને આ મામલે નવેસરથી ફરી સુનાવણી કરવા પણ કહ્યું છે. આ મામલામાં ટ્રાયકોર્ટે બે આરોપીઓને દોષિત ઠેરવીને પાંચ વર્ષની
, સજા આપી હતી. જોકે હાઈકોર્ટે બન્નેને પ્રોબેશન પર છોડી મુક્યા હતા. આરોપીઓ એક દિવસ પણ કેદની સજા ભોગવ્યા વગર છૂટી ગયા. સુપ્રીમે નોંધ્યું હતું કે લાંબો ચુકાદો ચલાવવો જરૂર પીડાદાયક હોઈ શકે છે. જોકે આ મામલામાં તો આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થયા હતા. તેમ છતા હાઈકોર્ટ દ્વારા આરોપીઓને રાહત આપવામાં આવી
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
