<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

બરેલીમાં લગ્નનો ઈનકાર કરનારી મહિલા-પરિવાર પર એસિડ એટેક

પાંચ બાળકોના પિતાએ ધાબા પર સૂતેલા પરિવાર પર હુમલો કર્યો : બે નિર્દોષ બાળકો સહિત ચારની હાલત ગંભીર, આરોપીને પગ પર ગોળી મારી પોલીસે પકડયો

બરેલી તા.૧૮: ઉત્તરપ્રદેશના બરેલીના શેરગઢમાં શનિવારે વહેલી સવારે ૪ વાગ્‍યે, પાંચ બાળકોના પરિણીત પિતાએ પડોશના ઘરમાં ધાબા પરથી પુસી ઊંઘતા પરિવારના ચાર સભ્‍યો પર એસિડ ફેંક્‍યો હતો. મહિલાએ લગ્નનો વારંવાર ઇનકાર કરતાં આરોપીએ આ કૃત્‍ય આચર્યું હતું.

હુમલામાં હર પ્રસાદ, પત્‍ની લક્ષ્મી અને બે માસૂમ પુત્રો (૨ અને ૪ વર્ષ) ગંભીર રીતે દાઝતાં તેમને નાજુક હાલતમાં હોસ્‍પિટલ ખસેડાયા છે. પોલીસે જણાવ્‍યું કે, ડુંગરપુર વિસ્‍તારનો રહેવાસી ઉમેશ કશ્‍યપ પરોઢિયે આ પરિવારના ઘરે પહોંચ્‍યો હતો. તે પાબાના રસ્‍તેથી ઘરમાં પૂસ્‍યો અને મચ્‍છરદાની નીચે ઊંઘી રહેલા ચારેય સભ્‍યો પર એસિડ રેડી દીધો હતો. આસપાસના પડોશીઓ અને પરિવારના સભ્‍યોએ તાત્‍કાલિક થાયલોને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં દાખલ કર્યા હતા. પીડિતો ગંભીર રીતે દાઝી ગયા હોવાના કારણે ફરજ પરના ડોક્‍ટરોએ તેમને જિલ્‍લા હોસ્‍પિટલમાં રિફર કર્યા હતા.

લક્ષ્મીએ પોલીસને જણાવ્‍યું કે, ઉમેશ કશ્‍યપ પોતે પરિણીત અને પાંચ બાળકોનો પિતા હોવા છતાં તેણી પર લગ્ન કરવા માટે સતત દબાણ કરતો હતો. લક્ષ્મીએ તેની આ માંગણી વારંવાર ફગાવી દીધી હતી, જેના કારણે તે મનમાં વેર રાખીને બેઠો હતો અને તેણે આ હુમલો કર્યો હતો. પોલીસે હોસ્‍પિટલમાં મહિલાનું નિવેદન નોંધીને કાયદાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.

હુમલા બાદ નાસી છૂટેલા આરોપીને બાતમીના આધારે શેરગઢ બાયપાસ નજીક આંતર્યો હતો. આરોપી ઉમેશે તમંચાથી પોલીસ પર હુમલો કરતાં કોન્‍સ્‍ટેબલને હાથ પર ઈજા થઈ હતી. પોલીસે સ્‍વબચાવમાં આરોપીને પગ પર ગોળી મારી હતી

 

(10:09 AM IST)