તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
બંગાળમાં સત્તા પલટો થતાં જ એક્શન:સરકારી દસ્તાવેજો અને ફાઈલોની સુરક્ષા માટે આદેશ: ઓફિસ બહાર લઈ જવા પર પ્રતિબંધ
દસ્તાવેજોના બિનઅધિકૃત સ્કેનિંગ અથવા ફોટોકોપી કરવા પર પણ રોક : જો કોઈ ફાઈલ ગાયબ થશે કે તેને નુકસાન પહોંચશે, તો તેની સીધી જવાબદારી સંબંધિત અધિકારીની રહેશે

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત અને સત્તા પરિવર્તનની હિલચાલ વચ્ચે રાજ્ય વહીવટીતંત્ર દ્વારા તમામ સરકારી રેકોર્ડ્સ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. નવા આદેશ મુજબ, કોઈપણ સરકારી ફાઈલ કે દસ્તાવેજ ઓફિસની બહાર લઈ જવા પર, તેને નુકસાન પહોંચાડવા પર કે હટાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, દસ્તાવેજોના બિનઅધિકૃત સ્કેનિંગ અથવા ફોટોકોપી કરવા પર પણ રોક લગાવાઈ છે. જો કોઈ ફાઈલ ગાયબ થશે કે તેને નુકસાન પહોંચશે, તો તેની સીધી જવાબદારી સંબંધિત અધિકારીની રહેશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જેથી સત્તાના હસ્તાંતરણ પહેલાં પારદર્શિતા જળવાઈ રહે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
