તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
એવરેસ્ટ મસાલાનાં જીરા પાઉડરમાં ગડબડ સામે આવતા એક્શનઃ લાઈસન્સ સસ્પેન્ડ
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ તપાસમાં અસુરક્ષિત જણાતા એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સના પેકેટ્સ જીરા પાઉડરને બજારમાંથી તાત્કાલિક પાછા મગાવવાનો આદેશ આપ્યા છે

નવી દિલ્હી,તા.૫: ઘર ઘરના રસોડાની જરૂરિયાત બની ચૂકેલા એવરેસ્ટ મસાલા પર હાલમાં ખાદ્ય નિયામકની નજર બેસી ગઈ છે. નિયામકે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તપાસ દરમિયાન કંપનીના જીરા પાઉડરમાં તમામ પ્રકારના ગરબડો જોવા મળે છે. ત્યાર બાદ કંપનીને બજારમાંથી તમામ પ્રોડક્ટ પાછી મગાવવાનો આદેશ આપ્યો છે. ખાદ્ય નિયામકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ કાર્યવાહીની જાણકારી આપી છે. આયોગે આ આદેશ સાથે કંપનીનું ખાદ્ય લાઈસન્સ પણ કેન્સલ કરી દીધું છે.
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ તપાસમાં અસુરક્ષિત જણાતા એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સના પેકેટ્સ જીરા પાઉડરને બજારમાંથી તાત્કાલિક પાછા મગાવવાનો આદેશ આપ્યા છે. FSSAIએ ગંભીર સ્વચ્છતા સંબંધિત કમીઓના કારણે ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ પ્રાઈવેટ લિમિટેડનું ખાદ્ય લાઈસન્સ પણ તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધું છે. FSSAIએ રવિવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે દેશભરમાં ખાદ્ય સુરક્ષા નિયમોનું કડકાઈથી પાલન કરવા માટે કાર્યવાહી ચાલુ છે.
પ્રાધિકરણે જણાવ્યું કે, ગોવામાં રિવરસાઈડ રિઝોર્ટ્સ એન્ડ હોલિડે હોમ્સ પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાંથી જીરા પાઉડરના નમૂના લેવામાં આવ્યા હતા.ખાદ્ય વિશ્લેષકના રિપોર્ટમાં એજોક્સીસ્ટ્રોબિન અને થાયામેથોક્સામ નામના કીટનાશકના અવશેષ નિર્ધારિત મર્યાદાથી વધારે જોવા મળ્યા. ત્યાર બાદ ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત નમૂનાને અસુરક્ષિત ઘોષિત કરી દીધા અને તેને બજારમાંથી તાત્કાલિક પાછા મગાવવાના આદેશ આપી દીધા.
નિયામકે કંપનીના રિપોર્ટ વિરુદ્ધ અપીલનો અવસર આપ્યો. ત્યાર બાદ નમૂના ખાદ્ય પ્રયોગશાળામાં મોકલ્યા. ત્યાં પણ તપાસમાં બંને કીટનાશકોના અવશેષ નિર્ધારિત મર્યાદાથી વધારે જોવા મળ્યા અને નમૂનાને અસુરક્ષિત ઘોષિત કરી દીધા. ત્યાર બાદ એફએસ એસએઆઈએ સંબંધિત ખેપનો જીરા પાઉડર બજારમાંથી તાત્કાલિક પાછા મગાવવાના નિર્દેશ આપ્યા છે. એવરેસ્ટ ફુડ પ્રોડક્ટ્સને પાછા મગાવેલી પ્રોડક્ટનો રેકોર્ડ રાખવા અને તેનો રિપોર્ટ પ્રાધિકરણને સોંપવા માટે આદેશ આપ્યો છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
