હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧ જાન્યુઆરી, ૨૦૨૭થી વોટ્સએપ અને ટેલિગ્રામ સહિતની મેસેજિંગ ચલાવવા મોબાઇલમાં એક્ટિવ સિમ કાર્ડ હોવું જરુરી
સાયબર ફ્રોડ રોકવા માટે ટેલિકોમ વિભાગે મેસેજિંગ પ્લેટફોર્મ્સને નવા નિયમોનું પાલન કરવા સૂચના આપી : સિમ બાઇન્ડિંગના નવા નિયમોથી બદલાશે મેસેજિંગનો ઉપયોગ

નવી દિલ્હી,તા.૨૪: ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી વોટ્સએપ કે ટેલિગ્રામ ચલાવવા મોબાઇલમાં એક્ટિવ સિમ કાર્ડ હોવું જરુરી બનશે. સરકારના સિમ બાઇન્ડિંગ નિયમો મેસેજિગ એપનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટના રજિસ્ટ્રેશન માટે ઉપયોગમાં લેવાયેલું એક્ટિવ સિમ કાર્ડ ફોનમાં હોવું જરૂરી બનશે. આ નિયમનો હેતુ ભારતીય મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને વિદેશમાંથી થતા સાયબર ફ્રોડ, ફિશિગ અને ડિજિટલ અરેસ્ટ જેવા કૌભાંડો પર અંકુશ મૂકવાનો છે.
ટેલિકમ્યુનિકેશન વિભાગની નવી ગાઇડલાઇન અનુસાર, મેસેજિગ પ્લેટફોર્મ્સે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધીમાં યુઝર્સનાં એકાઉન્ટનીનોંધણી માટે ઉપયોગમાં લેવાયેલા સક્રિય સિમ કાર્ડ સાથે જોડવાની વ્યવસ્થા કરવી પડશે. જો યુઝર ફોનમાંથી સિમ કાઢી નાખે, સિમ બદલે અથવા સિમ નિષ્ક્રિય થઈ જાય, તો માન્ય સિમ ફરીથી લગાવવામાં ન આવે ત્યાં સુધી એપ કામ કરતી બંધ થઇ જશે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સરહદ પારથી થતી સાયબર છેતરપિડીને રોકવાનું છે. અનેક કિસ્સાઓમાં ભારતીય મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને વિદેશી સ્થળોએથી લોકો સાથે છેતરપિડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આવા કૌભાંડો સામે ટેલિકોમ ક્ષેત્રની સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે નવા નિયમોનું પાલન સંબંધિત કંપનીઓ માટે જરૂરી બનાવવામાં આવ્યું છે.
આ નિયમો અનુસાર એપલે (Apple) આઇઓએસ (iOS) સોફટવેર પેચ મારફતે અપડેટ બહાર પાડ્યું હોવાની માહિતી છે. આ અપડેટથી આઇફોન ફિઝિકલ સિમ કાર્ડ વિના કામ કરી રહ્યો છે કે નહીં તે ઓળખવામાં મદદ મળશે. બીજી તરફ, સિગ્નલ (Signal) એપે આ મામલે સરકારી નોટિસનો હજી સુધી જવાબ આપ્યો નથી, એવી માહિતી સામે આવી છે.
નવા નિયમોથી માત્ર વાઇ-ફાઇ પર કે એક કરતાં વધુ ડિવાઇસ પર એપનો ઉપયોગ કરતા અથવા વારંવાર સિમ બદલતા લોકોને પણ મુશ્કેલી પડી શકે છે. ગયા વર્ષે નવેમ્બરમાં જ દૂરસંચાર વિભાગે આ સમસ્યા અંગે નિયમો જાહેર કર્યા હતા. વિભાગે નોંધ્યું હતું કે કેટલીક એપ ગ્રાહકની ઓળખ માટે ભારતીય મોબાઇલ નંબરનો ઉપયોગ કરે છે, પરંતુ એક વખત નોંધણી થઈ ગયા પછી યુઝર સિમ કાર્ડ ન હોય તો પણ એપ ચાલુ રાખવાની છૂટ આપે છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આ સુવિધાનો દુરુપયોગ કરીને દેશની બહારથી સાયબર છેતરપિડી કરવામાં આવી રહી છે.
નવા નિયમો વોટ્સએપ, ટેલિગ્રામ, સ્નેપચેટ ,અરટ્ટાઈ (Arattai), શેરચેટ (ShareChat), જિયોચેટ (JioChat) અને સિગ્નલનો સમાવેશ થાય છે. નિયમોમાં વેબ સર્વિસ આપતી એપ્સ માટે પણ એક વધારાની શરત છે. આવી સર્વિસ આપતા પ્લેટફર્મે ખાતરી કરવી પડશે કે યુઝરનું એકાઉન્ટ વધુમાં વધુ છ કલાકની અંદર, આપમેળે લોગ આઉટ થઈ જાય. ત્યારબાદ સુરક્ષાનાં ધોરણોને ધ્યાનમાં રાખીને યુઝરે ક્યૂઆર (QR) કોડ સ્કેન કરીને પોતાના ડિવાઇસને ફરીથી લિક કરવાની સુવિધા આપવી પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
