<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

અભિનેતા અનુપમ ખેરને હવાઈ મુસાફરી દરમિયાન કડવો અનુભવ થતા ઉઠાવ્યા સવાલ

મુંબઈમાં લેન્ડિંગ દરમિયાન તેમને ડરામણી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો :અભિનેતાએ એર ટ્રાફિકના અયોગ્ય સંચાલન સામે પણ સવાલો ઉઠાવ્યા

બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરને હવાઈ મુસાફરી દરમિયાન કડવો અનુભવ થયો છે. મુંબઈ જઈ રહેલી તેમની ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મુંબઈમાં લેન્ડિંગ શક્ય ન બનતાં ફ્લાઇટને સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

આ ઘટનાને લઈને અનુપમ ખેરે પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે મુંબઈમાં લેન્ડિંગ દરમિયાન તેમને ડરામણી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અભિનેતાએ એર ટ્રાફિકના અયોગ્ય સંચાલન સામે પણ સવાલો ઉઠાવ્યા છે. હવાઈ મુસાફરી દરમિયાન સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે મુસાફરોમાં પણ ચિંતા જોવા મળી હતી. જોકે, ફ્લાઇટને સુરત ઉતારવામાં આવતાં મોટી દુર્ઘટના ટળી હતી. અનુપમ ખેરના નિવેદન બાદ એર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ચર્ચા શરૂ થઈ છે.

(11:52 PM IST)