તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
અખાત્રીજે તારંગા જૈન તીર્થ ખાતે અદાણી પરિવારે કર્યા ભગવાન અજિતનાથજીના દર્શન

ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણીએ સાદગીપૂર્વક દર્શન કયાઃ યાત્રાળુઓ માટેની વ્યવસ્થા નિહાળીને પ્રસન્નતા વ્યકત કરીઃ ભુજઃ અખાત્રીજના શુભ દિને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમના પત્ની પ્રીતિ અદાણી સાથે ગુજરાતના ઐતિહાસિક તારંગા જૈન તીર્થ ખાતે ભગવાન અજિતનાથજીના દર્શન કરી ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા આ પવિત્ર તીર્થધામે અદાણી દંપતીએ એક સામાન્ય દર્શનાર્થી તરીકે સાદગીપૂર્વક દર્શન કર્યા હતા. દર્શન દરમિયાન તેમણે તીર્થ ખાતે યાત્રાળુઓ માટેની સુંદર વ્યવસ્થા નિહાળી હતી અને તે અંગે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તારંગા જૈન તીર્થ શ્વેતાંબર જૈન સમાજનું પ્રાચીન અને મહત્વપૂર્ણ તીર્થધામ છે જ્યાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. (તસ્વીર. અહેવાલઃ વિનોદ ગાલા, ભુજ)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
