તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
અદાણી-હિન્ડનબર્ગ વિવાદ: સેબીએ શરૂ કરી રૂ. ૨૨ મિલિયનથી વધુના શોર્ટ-સેલિંગ નફાની વસૂલાત માટેની સુનાવણી
મોરેશિયસ ફંડ અને કિંગડન કેપિટલના શંકાસ્પદ સોદાઓ સામે ભારતીય બજાર નિયમનકારની કડક કાર્યવાહી: વિદેશી સંપત્તિઓ સુરક્ષિત કરવાના પ્રયાસો તીવ્ર

નવી દિલ્હી : ભારતીય બજાર નિયમનકાર સેબી (SEBI) દ્વારા હિન્ડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રુપ વિરુદ્ધના વિવાદાસ્પદ અહેવાલની પૂર્વ જાણકારી મેળવીને ગેરકાયદેસર શોર્ટ-સેલિંગ દ્વારા અબજો રૂપિયાનો નફો કમાનારા યુ.એસ. સ્થિત કિંગડન કેપિટલ મેનેજમેન્ટ અને અન્ય સંકળાયેલી એન્ટિટીઝ વિરુદ્ધ રૂ. ૨૨.૨૫ મિલિયનથી વધુની રકમ પુનઃપ્રાપ્ત કરવા માટે તાજેતરમાં વ્યક્તિગત સુનાવણી અને ઔપચારિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પ્રકરણની વિગતવાર માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪ માં સેબી દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે કિંગડને કોટક ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા મોરેશિયસ સ્થિત ફંડ (કે ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ) મારફતે હિન્ડનબર્ગનો રિપોート જાહેર થાય તે અગાઉ જ અદાણી સંબંધિત શેરોમાં શોર્ટ પોઝિશન બનાવીને ભારે નફો મેળવ્યો હતો, અને આ તમામ પક્ષો વિદેશમાં સ્થિત હોવા છતાં સોદા ભારતમાં થયા હોવાથી સેબી પાસે તેનો સ્પષ્ટ કાનૂની અધિકારક્ષેત્ર રહેલો છે.
રિકવરીની આ સઘન પ્રક્રિયા અંતર્ગત સેબીએ મોરેશિયસની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી નાદારી કાર્યવાહીમાં સક્રિયપણે હસ્તક્ષેપ કર્યો છે, જેના પગલે ગત જૂન મહિનામાં કોર્ટ દ્વારા ક્વોન્ટમાના મેનેજિંગ ડિરેક્ટરને રીસીવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને જુલાઈના પ્રથમ અઠવાડિયામાં સેબીએ આ રીસીવરને કથિત ગેરકાયદેસર લાભ અને વ્યાજની રકમ અન્યત્ર ટ્રાન્સફર કે વિતરણ થતી અટકાવવા માટે સખત સૂચનાઓ જારી કરી છે.
ભૂતકાળમાં ૨૦૨૩ ના હિન્ડનબર્ગના અહેવાલને કારણે અદાણી જૂથના બજાર મૂલ્યમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને હિન્ડનબર્ગે આ દાવાઓને ફગાવી દીધા હતા, ત્યારે ઓફશોર એન્ટિટીઝ સામે વિદેશી ધરતી પરથી નાણાં વસૂલવાના આ કિસ્સાને ભારતીય નિયમનકારી ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યાં આગામી સમયમાં કાનૂની પ્રક્રિયાના અંતે લેવાનારા નિર્ણયો વૈશ્વિક બજાર અને ક્રોસ-બોરડર રેગ્યુલેશન પર ઊંડી અસરો છોડશે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
