<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ક્‍લીન એનર્જી ક્ષેત્રે અદાણીની વૈશ્વિક છલાંગઃ કચ્‍છના ખાવડામાં ૩.૩૭ ગીગાવોટની દુનિયાની સૌથી મોટી સિંગલ બેટરી સિસ્‍ટમ કાર્યરત

૧૦ લાખ ઘરોને વીજળી આપવા સક્ષમ, આગામી સમયમાં ૫૦ ગીગાવોટનું લક્ષ્યાંક, ક્‍લીન એનર્જીના ટ્રાન્‍ઝિશનના તબક્કામાં ભારતની ભૂમિકા મહત્‍વની રહેશેઃ સાગર અદાણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૭:  ભારતની સૌથી મોટી રિન્‍યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એ સંચિત ૩.૩૭ ગીગાવોટ-અવરની બેટરી એનર્જી સ્‍ટોરેજ સિસ્‍ટમ કાર્યરત કરી છે. આ ચીન સિવાયની વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન બેટરી સ્‍ટોરેજ છે અને વૈશ્વિક સ્‍તરે સૌથી ઝડપથી અમલમાં મૂકાયેલી સિસ્‍ટમ્‍સમાંની એક છે.

આ ડિપ્‍લોયમેન્‍ટમાં માર્ચ ૨૦૨૬માં કાર્યરત કરાયેલી ૧.૩૭ GWh ક્ષમતાનો પણ સમાવેશ થાય છે, જેનાથી ગુજરાતના ખાવડા ખાતે AGEL ની કુલ ઓપરેશનલ BESS ક્ષમતા ૩.૩૭ GWh પર પહોંચી ગઈ છે. ઓન-સાઇટ બાંધકામ શરૂ થયાના માત્ર ૧૦ મહિનાની અંદર જ આ પ્રોજેક્‍ટ પૂર્ણ કરવામાં આવ્‍યો હતો, જે વૈશ્વિક સ્‍તરે યુટિલિટી-સ્‍કેલ બેટરી સ્‍ટોરેજનો સૌથી ઝડપી કાર્યક્ષમતા દર્શાવે છે. આ સિસ્‍ટમ કાર્યરત થવાથી ગ્રીડની વિશ્વસનીયતા, પીક-અવર (વધુ વપરાશના સમયગાળા) દરમિયાન સપ્‍લાય અને રિન્‍યુએબલ એનર્જીને મોટા પાયે ચોવીસ કલાક અવિરત પાવર પહોંચાડવામાં મદદ મળશે.

AGEL નાણાકીય વર્ષ ૨૦૨૭ માં ૧૦ GWh થી વધુ બેટરી સ્‍ટોરેજ ક્ષમતા ઉમેરવા અને આગામી પાંચ વર્ષમાં તેને વધારીને ૫૦ GWh કરવાનું યોજના ધરાવે છે. AGEL ની આ ૩.૩૭ GWh BESS એટલી સ્‍વચ્‍છ ર્જાનો સંગ્રહ કરી શકે છે કે જેનાથી આશરે ૧૦ લાખ ઘરોને આખો દિવસ વીજળી આપી શકાય. આ ક્ષમતા ઇન્‍દોર અને ચંદીગઢ જેવા શહેરો અથવા આખા ગોવા રાજ્‍યની પીક ઇલેક્‍ટ્રિસિટી ડિમાન્‍ડને સંતોષી શકે છે. આ ઉપરાંત, તે ૧.૨ કરોડ (૧૨ મિલિયન) થી વધુ LED બલ્‍બને સતત દસ કલાક સુધી પ્રકાશિત રાખી શકે છે. પાવર પહોંચાડવા માટે સ્‍ટોરેજ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અનિવાર્ય બની ગયું છે. ખાવડા ખાતે ૩.૩૭ GWh BESS કાર્યરત કરીને, AGEL સ્‍થિતિસ્‍થાપક, ડિસ્‍પેચેબલ (જરૂરિયાત મુજબ સપ્‍લાય કરી શકાય તેવી) અને ફ્‌લેક્‍સિબલ એનર્જી સિસ્‍ટમ્‍સનો પાયો મજબૂત કરી રહી છે. બેટરી સ્‍ટોરેજમાં અમારું રોકાણ વૈશ્વિક સ્‍તરે ભવિષ્‍ય માટે સજ્જ ક્‍લીન એનર્જી ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર બનાવવા પ્રત્‍યેની અમારી લાંબાગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમ સાગર મોદી (એકિઝકયુટીવ ડિરેકટર-એજીઈએઇ)એ જણાવ્‍યું છે.

(11:52 AM IST)