તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Sunday, 26th July 2026
‘આદિપુરુષ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી, મને તેના માટે શરમ આવે છે અને હું દિલથી માફી માંગુ છું’ - ડાયલોગ રાઇટર મનોજ મુંતશિરનું મોટું નિવેદન, વિવાદ બાદ તોડ્યું મૌન
ફિલ્મના વિવાદાસ્પદ ડાયલોગ્સથી દેશભરમાં આક્રોશ, પ્રભુ શ્રીરામના ચરિત્ર સાથે અન્યાય થયાનું કર્યું સ્વીકાર, મનોજ મુંતશિરે કહ્યું 'મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો ન હતો પરંતુ પરિણામ સારું ન આવ્યું'

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત અને પ્રભાસ-કૃતિ સેનન અભિનીત ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થયા બાદથી જ ડાયલોગ્સને લઈને વિવાદોમાં સપડાઈ હતી. ફિલ્મમાં રાવણ સહિતના પાત્રોના બોલવામાં આવેલા કેઝ્યુઅલ અને આધુનિક ભાષાના ડાયલોગ્સથી દેશભરમાં હિન્દુ સંગઠનો અને દર્શકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર #BoycottAdipurush પણ ટ્રેન્ડ થયું હતું.
વિવાદ વધતા ફિલ્મના ડાયલોગ્સમાં ફેરફાર કરવાની ફરજ પણ પડી હતી. હવે લગભગ 2 વર્ષ બાદ ફિલ્મના ડાયલોગ અને ગીતોના રાઇટર મનોજ મુંતશિરે આ મુદ્દે મૌન તોડ્યું છે અને જાહેરમાં માફી માંગી છે.
એક મીડિયા ઈન્ટરવ્યૂમાં મનોજ મુંતશિરે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે _"આદિપુરુષ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. જ્યારે હું તે ફિલ્મ વિશે વિચારું છું ત્યારે મને શરમ આવે છે"
તેમણે આગળ કહ્યું કે _"હું સ્વીકારું છું કે ફિલ્મના કેટલાક ડાયલોગ્સથી કરોડો લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી. પ્રભુ શ્રીરામના દિવ્ય ચરિત્ર સાથે અમે ન્યાય ન કરી શક્યા તેનો મને ખૂબ અફસોસ છે"
મનોજ મુંતશિરે સ્પષ્ટતા કરી કે તેમનો ઈરાદો ક્યારેય કોઈની આસ્થાને દુભાવવાનો ન હતો. _"અમે યુવાનોને રામાયણ સાથે જોડવા માંગતા હતા, પરંતુ અમારી ભાષા અને પ્રસ્તુતિ ખોટી પડી. તેના માટે હું તમામ દર્શકો અને ભક્તોની દિલથી માફી માંગુ છું"
ફિલ્મમાં ‘તેલ તારા બાપ કા’, ‘જલેગી તેરે બાપ કી’ જેવા ડાયલોગ્સને કારણે સૌથી વધુ વિરોધ થયો હતો. અનેક શહેરોમાં ફિલ્મના પોસ્ટરો ફાડવામાં આવ્યા અને થિયેટરોની બહાર વિરોધ પ્રદર્શન થયા. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મને તેની અસર જોવા મળી હતી.
મનોજ મુંતશિરની આ માફી બાદ હવે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે કે શું લોકો તેમની માફી સ્વીકારશે?
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
