હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અર્નબ બાદ ફરી નવી સીસ્ટમ આંધ્રમાં જ લેન્ડફોલ કરશે
આંધ્રપ્રદેશને બેવડો માર : જો કે આ વાવાઝોડું નહીં પણ ડીપ્રેસન કેટેગરીએ લેન્ડફોલ થયા બાદ ભારે વરસાદ વરસાવશે

વાંકાનેર તા.૩૧, અર્નબ વાવાઝોડું હવે નબળુ પડી ઉત્તર તરફ સરકી વીલય થવા જઇ રહ્યું છે ત્યારે બંગાળની ખાડીમાં ઉદભવેલ સીસ્ટમ હવે લો-પ્રેશર એરીયામાં તબદીલ થઇ, આ સીસ્ટમ શું વાવાઝોડું બનશે? એ અંગેના તર્ક વિતર્કનો અંત હવે આઇએમડીની સત્તાવર જાહેરાત-સ્પષ્ટતાથી થઇ ચુકયો છે. આ સીસ્ટમ વાવાઝોડું નહી બને ડીપ્રેસન ની કેટેગરીએ મજબૂત બનીને બીજી નવેમ્બરે ફરી આંધ્રના તટીય વિસ્તારમાં જ લેન્ડફોલ થશે આ સીસ્ટમની અધિકત્તમ પવનોની ગતી પપ કિ.મી. સુધી રહેવાની સંભાવના દર્શાવાઇ છે. આઇએમડી ફોસ્ટકાસ્ટમાં બીજી નવેમ્બરે આંધ્ર અને આસપાસના વિસ્તારો રેડ એલર્ટ તરીકે સુચવાયા છે આમ આંધ્ર અને આસપાસના વિસ્તારો રેડ એલર્ટ તરીકે સુચવાયા છે. આમ આંધ્રને અર્નબ બાદ ફરી ભારે વરસાદનો આ બેવડો માર પડશે
નવેમ્બરની પ્રથમ તારીખે એટલે કે આવતી કાલે રાજયના સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના ફોરકાસ્ટ મોડેલ મેપમાં જોવા મળે છે. જો કે આ છૂટો છવાયો વરસાદ હોઇ શકે.
કાશ્મિર-હિમાલય પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડીસ્ટબેન્સનું સતત આગમન અને નવેમ્બરની પાંચ તારીખ સુધીમાં ઉત્તરના રાજયોમાં શિયાળાની જમાવટ શરૂ થઇ જતી હોઇ, ઉત્તરના ઠંડાગાર પવનો ગુજરાત તરફ પણ વહેતા મોડેલ મેપ્સમાં જોવા મળતા હોઇ, દિવાળી અને નવા સંવંત વર્ષ સમયે આપણે પણ ઠંડીની અનુભૂતિ કરીશું તેવી પવનોની દિશાથી સંભાવના રહે છે.
ECMWF સહિત અન્ય મોડેલ નવેમ્બરના મધ્યભાગે બંગાળની ખાડીમાં ફરી એક નવી સીસ્ટમ ડેવલપ થાય તેવું દર્શાવી રહ્ય છે. (









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
