તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
CJP નેતા અભિજીત દીપકના જામીન બાદ સૌરભ દાસ અને આશુતોષ રંકા પણ કાલે જેલમાંથી મુક્ત થવાની શક્યતા!
કનોટ પ્લેસમાં વિરોધ પ્રદર્શન વિવાદ બાદ SEM સમક્ષ CJP ની કાનૂની ટીમે દાખલ કરી અપીલ: રત્ના સિંહે વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી ના સ્થાપક અને કન્વીનર અભિજીત દીપકને દિલ્હીની અદાલત દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા બાદ હવે પાર્ટીના અન્ય બે મુખ્ય નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રંકા પણ આવતીકાલે તિહાર જેલમાંથી મુક્ત થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. CJP ની કાનૂની ટીમે બંને નેતાઓની મુક્તિ માટે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) સમક્ષ કાનૂની અરજી દાખલ કરી છે. CJP ના કાનૂની બાબતોના પ્રમુખ રત્ના સિંહે અભિજીત દીપકના જામીન પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાર્ટીને પૂરો વિશ્વાસ છે કે SEM આવતીકાલે સૌરભ દાસ અને આશુતોષ રંકાને પણ જેલમાંથી મુક્ત કરવાનો સાનુકૂળ નિર્ણય સંભળાવશે.
ઘટનાક્રમ અનુસાર, કનોટ પ્લેસ ખાતે CJP ના "ફ્લાય ધ ત્રિરંગો" પ્રોટેસ્ટમાં ભાગ લેવા જઈ રહેલા અભિજીત દીપકની શુક્રવારે દિલ્હીના ઝાંડેવાલન સ્થિત તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવી હતી. ૧૦ ઓક્ટોબરે તેમણે સાઇન કરેલા શાંતિ બોન્ડ (Peace Bond) ની શરતોનો કથિત ભંગ કરવા બદલ શનિવારે સવારે તેમની વિધિવત ધરપકડ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ તેમને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી શાંતિ જાળવવાની ચોક્કસ બાંયધરી અને શરતો સાથે તેમને જામીન આપવામાં આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
બીજી તરફ, તિહાર જેલમાં બંધ CJP નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રંકાને બુધવારે ૫ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેમની પર જંતર-મંતર સુધી પહોંચવા માટે ખાનગી મિલકતમાં ગેરકાયદે પ્રવેશ કરવા અને શાંતિ બોન્ડની શરતોનો ભંગ કરવાનો આરોપ છે. પોલીસે દાવો કર્યો હતો કે આ બંને નેતાઓ અન્ય ૧૧ કાર્યકરો સાથે બેરિકેડ તોડીને પરવાનગી વગર જંતર-મંતર વિસ્તારમાં પ્રવેશ્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અગાઉ તેમણે એક વર્ષ સુધી શાંતિ જાળવવાના બોન્ડ પર સહી કરી હતી. SEM દ્વારા કાયદાના વારંવારના ભંગ અને ઉશ્કેરણીની આશંકાને ધ્યાનમાં રાખીને તેમને કસ્ટડીમાં મોકલ્યા હતા, જેમના જામીન પર હવે કાલે નિર્ણય આવવાની ધારણા છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
