<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

સતત મંદી બાદ તેજીઃ ચાંદીમાં ૪,૦૦૦ અને સોનામાં ૧૫૦૦ રૂા.નો ઉછાળો

ચાંદી ૧ કિલોનો ભાવ વધીને ૧,૮૫,૦૦૦ અને સોનાના ભાવ ૧,૪૪,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા.૪: બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં સતત મંદી બાદ ફરીથી તેજી જોવા મળી હતી. ચાંદીમાં ૪,૦૦૦ અને સોનામાં ૧૫૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.

બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૪,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૮૧,૦૦૦ રૂા. હતા તે  ૪,૦૦૦ રૂા. વધીને આજે ૧,૮૫,૦૦૦ રૂા. થઇ ગયા છે.

ચાંદીની સાથે સોનામાં પણ ૧૫૦૦ રૂા. વધ્‍યા છે. બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનિક બજારમાં ૧૫૦૦ રૂા.નો ઉછાળો થતા સોનુ સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૨,૫૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૪૪,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્‍કીટમાં ૧૫,૦૦૦ રૂા.નો ભાવ વધારો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૪,૨૫,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૪,૪૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

વૈશ્વીક માર્કેટમાં ડોલર ઇન્‍ડેક્ષ ઉંચકાતા સોના-ચાંદીના ભાવમાં વધારો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યુ હતું.

(12:29 PM IST)