તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
ઢાબામાં દારૂ પીધા પછી મહિલાએ ત્યાં જ જાહેરમાં લઘુશંકા કરી
બાજુના ટેબલ પર લોકો ફેમિલી સાથે જમતા હોવા છતાં મહિલાનું શરમજનક કૃત્ય જોઈને ભડક્યા બાજુના ટેબલ પર લોકો ફેમિલી સાથે જમતા હોવા છતાં મહિલાનું શરમજનક કૃત્ય જોઈને ભડક્યા

મુંબઈ,તા.૨૭: કલ્યાણના એક ઢાબામાં દારૂ પીધા પછી એક મહિલાએ તેના જમવાના ટેબલની પાસે જ જાહેરમાં પેશાબ કર્યો હતો. એવું નહોતું કે એ ઢાબામાં વોશરૂમની ફેસિલિટી નહોતી. એમ છતાં તે મહિલાએ બાજુમાં જ અન્ય ટેબલ પર બેસીને લોકો જમી રહ્યા હોવા છતાં જાહેરમાં પેશાબ કર્યો હતો. એ પછી ઢાબાના સ્ટાફે અને અન્ય લોકોએ એ બાબતે વાંધો ઉઠાવતાં તે મહિલા તેમની સાથે થોડીઘણી દલીલ કરીને ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ હોટેલનો સ્ટાફ હોટેલના મેનેજરને બોલાવી લાવે છે અને તે ગંદકી જોઈને સ્ટાફને એ સાફ કરવા જણાવે છે. સોશ્યલ મીડિયા પર મુકાયેલો એ વિડિયો જોઈને અનેક જણે તે મહિલાના કૃત્યને વખોડ્યું હતું. એટલું જ નહીં, કેટલાકે એવો વિડિયો પોસ્ટ કરવા બદલ કહ્યું હતું કે આવો વિડિયો શા માટે પોસ્ટ જોઈએ.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
