તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
બાંગ્લાદેશમાં હિંદુઓ પછી સૂફી સંતો, મઝારો કટ્ટરવાદીઓનાં નિશાન પર
મઝારો એકેશ્વરવાદની વિરુદ્ધ હોવાનો કટ્ટરપંથીઓનો દાવો : ૨૦૨૬નાં પ્રથમ છ મહિનામાં બાંગ્લાદેશમાં ઓછામાં ઓછા છ સૂફી મઝારો પર હુમલા કરાયા અને ધમકીઓ અપાઈ

ઢાકા,તા.૧૪: બાંગ્લાદેશમાં કટ્ટરવાદી શક્તિઓ ફરીથી માથુ ઉંચકી રહી છે. હિદુ લઘુમતીઓ પર સતત હુમલા પછી હવે સૂફી સંતો, મઝારો અને તેમની પરંપરાએને નિશાન બનાવવામાં આવી રહી છે.
મુહમ્મદે યુનુસની વચગાળાની સરકાર દરમિયાન શરૂ થયેલા આ હુમલા નવી સરકારની રચના પછી પણ રોકાયા નથી પણ વધુ સંગઠિત સ્વરૂપ લેતા જઈ રહ્યાં છે.
સેન્ટર ફોર સૂફી હેરિટેજનાં તાજેતરનાં રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૬નાં પ્રથમ છ મહિના (૧ જાન્યુઆરીથી ૩૦ જૂન)માં બાંગ્લાદેશમાં ઓછામાં ઓછા છ સૂફી મઝારો પર હુમલા કરવામાં આવ્યા છેકે ધમકીઓ આપવામાં આવી છે. આ ઘટનાઓમાં એક પીરની હત્યા, મઝારોમાં તોડફોડ, આગની ઘટનાઓ અને લાઠીચાર્જ સામેલ છે.
એપ્રિલ મહિનામાં કુશ્તિયા જિલ્લામાં બનેલી ઘટના સૂફી સમુદાય માટે ભયાનક હતી. પીર અબ્દુર રહેમાનને તેમના પોતાના મઝારમાં ૩૦૦ લોકોએ ઘેરી લીધા હતાં. ભીડે મઝાર પર ચઢીને તોડફોડ કરી હતી અને આગ ચાંપી હતી. આ ઉપરાંત પીર સાહેબની હત્યા કરી હતી.
હુમલાખોરોએ આરોપ મૂક્યો હતો કે આ મઝાર શિર્ક અને બિદઅત (બહુદેવવાદ)નું કેન્દ્રછે. માર્ચમાં સિલહટ જિલ્લામાં હઝરત ઈબ્રાહીમ શાહનાં મઝાર પર ઉર્સનાં પ્રસંગે હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં અને પાસેની મસ્જિદને પણ નુકસાન થયું હતું. હુમલાખોરોએ જણાવ્યું હતું કે ઉર્સ દરમિયાન વાગી રહેલા ભક્તિ ગીતો અને સંગીત ઈસ્લામની વિરુદ્ધ છે.
કટ્ટરવાદીઓ હવે સૂફીવાદને ગેર ઈસ્લામી ગણાવી તેને સમાપ્ત કરવા માંગે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે સૂફી પરંપરાને નિશાન બનાવી બાંગ્લાદેશનાં સાંસ્કૃતિક વારસાને સમાપ્ત કરવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
