<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

કરવા ચોથ પર પતિ બ્‍યૂટીપાર્લરમાં ન લઈ જતાં પત્‍ની ફંદે લટકી ગઈ

થેંક્‍યું હસબન્‍ડ, જઈ રહી છું, ખુશ રહો : ૧૪ વર્ષના દીકરાના માથેથી માતાનો છાયો છીનવાઈ ગયો છે

ભોપાલ તા.૩૦: ગઇ કાલે દેશભરમાં કરવાચોથનો તહેવાર ઉજવાઈ ગયો. સુહાગણસ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્‍ય માટે નિર્જળા વ્રત રાખ્‍યા હતા. મહિલાઓ સોળ શણગાર કર્યા હતા ત્‍યારે વળી મધ્‍ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં કરવાચોથ પર પતિ દ્વારા બ્‍યૂટી પાર્લર ન લઈ જતાં એક મહિલાએ ફાંસી લગાવીને જીવ આપી દીધો હતો.

પોલીસને ઘટનાસ્‍થળેથી એક સુસાઈડ નોટ મળી છે. તેમાં લખ્‍યું છે, થેંક્‍યૂ હસબેન્‍ડ, જઈ રહી છું. ખુશ રહો. પોલીસે હવે આ ઘટના બાદ તપાસ શરૂ કરી છે. પરિવાર અને આજુબાજુના લોકો સાથે પૂછપરછ થઈ રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ઘટના ભોપાલના અવધપુરી વિસ્‍તારની છે. અહીં એક ઘરમાં કરવાચોથની તૈયારીઓની જગ્‍યાએ માતમ છવાયેલો છે. ૧૪ વર્ષના દીકરાના માથેથી માતાનો છાયો છીનવાઈ ગયો છે. પત્‍નીને કરવાચોથ પર પતિની લાંબી ઉંમર માટે ઉપવાસ રાખવાના હતા, પણ તે મામૂલી વાત પર ફાંસીના ફંદે લટકી ગઈ. મહિલાની ઓળખ ૪૪ વર્ષીય આરતી કુર્રે તરીકે થઈ છે.

બપોરમાં સસરા સૂઈ ગયા અને દીકરો સ્‍કૂલેથી આવ્‍યા બાદ આરતીએ આ આત્‍મઘાતી પગલું ભર્યું. કહેવાય છે કે તે કરવાચોથ પર બ્‍યૂટી પાર્લર જવા માગતી હતી, પણ પતિ અનિલ કુર્રેએ તેને પાર્લર લઈ જવાની ના પાડી હતી. જે બાદ બંને વચ્‍ચે ઝઘડો થયો. બપોરમાં આરતીએ ખુદને રૂમમાં બંધ કરી ફાંસી લગાવી લીધી. જીવ આપતા પહેલા તેણે એક સુસાઈડ નોટ પણ લખી હતી. તેમાં લખ્‍યું હતું. થેંક્‍યૂ, હસબેન્‍ડ, જઈ રહી છું. ખુશ રહો.

આરતી ઘણી વાર સુધી રૂમમાંથી બહાર ન નીકળતા સસરાએ અવાજ આપ્‍યો, તો કોઈ હરકત થઈ નહીં. જે બાદ તેમણે અનિલને ઘરે બોલાવ્‍યો. અનિલે રૂમની બારીનો કાચ તોડીને જોયું તો તે નીચે પડી હતી. એવું લાગતું હતું કે દુપટ્ટો તૂટી જવાથી તે નીચે પડી હતી. આરતીના શ્વાસ થંભી ગયા હતા. પરિવારે તાત્‍કાલિક પોલીસને સૂચના આપી. અવધપુરી પોલીસ હવે આ કેસમાં તપાસ કરી રહી છે. પોલીસ મોતનું સાચું કારણ જાણવામાં લાગેલી છે.

(10:02 AM IST)