<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

મક્કા પછી હવે પવિત્ર સ્‍થળ મદીના પર મિસાઇલ હુમલો

યમનના હુથી બળવાખોરો કહે છે, અમે હુમલો કર્યો નથી

રિયાધ,તા.૧૬: સાઉદી ગઠબંધને ગુરુવારે ઇસ્‍લામના પવિત્ર સ્‍થળ મદીનામાં એક મિસાઇલ અટકાવવાનો દાવો કર્યો હતો. ગઠબંધન અનુસાર, આ હુથી બળવાખોરોના તાજેતરના વચનનો વિરોધાભાસ કરે છે કે તેઓ મક્કા અથવા મદીનાને નિશાન બનાવશે નહીં. આ દાવા પછી તરત જ, હુથીઓએ કહ્યું કે તેઓએ હુમલો કર્યો નથી. સાઉદી અરેબિયાએ ગયા મહિને મક્કા પર હુમલો કરવાનો હુથી બળવાખોરો પર આરોપ લગાવ્‍યો હતો.

યમનના હુથી બળવાખોરો સામે લડતા સાઉદીની આગેવાની હેઠળના લશ્‍કરી ગઠબંધને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેણે મદીના ક્ષેત્રમાં એક ક્રુઝ મિસાઇલ સફળતાપૂર્વક અટકાવી. મદીના ઇસ્‍લામના સૌથી પવિત્ર શહેરોમાંનું એક છે, અને હુથીઓએ અગાઉ તેને નિશાન ન બનાવવાનું વચન આપ્‍યું હતું. ગઠબંધન પ્રવક્‍તા તુર્કી અલ-મલ્‍કીએ એક્‍સ પર લખ્‍યું હતું, મદીના ક્ષેત્રમાં એક ક્રુઝ મિસાઇલને અટકાવવામાં આવી હતી અને તેનો નાશ કરવામાં આવ્‍યો હતો. તેમનું નિવેદન રાજ્‍ય મીડિયા દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્‍યું હતું.

સાઉદી અરેબિયાએ પવિત્ર શહેરને નિશાન બનાવતી મિસાઇલને અટકાવવાનો અહેવાલ આપ્‍યાના થોડા સમય પછી, યમનના હુથીઓએ કહ્યું કે તેઓએ મદીના ક્ષેત્રમાં કોઈ હુમલો કર્યો નથી. હુથી લશ્‍કરી પ્રવક્‍તા યાહ્યા સારીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ હ્‍ પર લખ્‍યું, યમનના સશષ દળો પુષ્ટિ કરે છે કે તેઓએ આજે સાઉદી પ્રદેશને નિશાન બનાવતી કોઈ કાર્યવાહી કરી નથી. મદીના પર હુમલા અંગેના સાઉદી દાવાઓ નિદનીય અને સંપૂર્ણપણે ખોટા છે.

(10:19 AM IST)