તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 8th October 2026
ન્યૂયોર્ક બાદ પેરિસ ફેશન શો માં ભારતીય આભૂષણો અને પોષાક દ્વારા વિદેશમાં છવાઈ નિધિ શાહ... ‘ARNI Fashion’
ભારતીય સંસ્કૃતિની મહેક એટલે પરંપરાગત આભૂષણોના વૈભવ ને વૈશ્વિક ઓળખ આપવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સતત ત્રીજા વર્ષે તાજેતરમાં યોજાયેલ ફેશન-શો માં નવરાત્રીના ચણિયાચોળીની ભાતીગળ ડિઝાઇન આધારીત થીમથી સફળતા પ્રાપ્ત કરી ‘ARNI Fashion Design’ દ્વારા નોર્થ કેરોલીના (શાર્લોટ શહેર) સ્થિત અમદાવાદની ફેશન ડિઝાઇનર નીધિ શાહ વોરાએ ફરી એક વાર ફ્રાંસના પેરિસ શહેરમાં યોજાયેલ “મિલાન ફેશન-વીક” માં અમેરિકા સ્થિત ભારતીય મોડલ દ્વારા ભારતીય સંસ્કૃતિની મહેકને પરંપરાગત દુલ્હન આભૂષણો અને પોષાક દ્વારા વૈશ્વિક ઓળખ અપાવી છે. જેનાથી ભારતીય મૂળના નિવાસીઓ તથા ફેશન પ્રેમી વિદેશીઓએ અભિભૂત થઈ પ્રશંસીત કરી હતી.
અમેરિકા સ્થિત નિધિ શાહ વોરા એ પોતાની ફેશન ડિઝાઇનની કાબેલીયત અને સૂઝબૂઝથી ન્યુયોર્ક બાદ પેરિસ ખાતે ભારતીય સંસ્કૃતિની દુલ્હન જ્વેલરી ડિઝાઇન તથા પોશાકને વૈશ્વિક વિરાસત તરીકેની સંપન્નતા બક્ષી અમદાવાદ શહેરને આગવી ઓળખ અપાવી લોકચાહના પ્રાપ્ત કરેલ છે ‘ARNI Fashion’ દ્વારા રજુ થયેલ મોડેલ્સને વિશ્વના અગ્રીમ ફેશન મેગેઝીનમાં સ્થાન મળેલ છે જેને વૈશ્વિક મીડિયાએ પણ નોંધ લીધેલ છે નિધિ શાહ ARNI Fashion ધ્વારા આગામી નવેમ્બર ૨૦૨૬ માં દુબઈ ખાતે યોજાનાર ફેશન-શો માં ભારતીય પરંપરાની વધુ એક ઓળખ આપવા જઈ રહેલ છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
