તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
રેમ, ગ્રાફિક્સ કાર્ડ SSD બાદ હવે હાર્ડ ડ્રાઈવના ભાવ
બેન્કોના હપ્તાને કારણે મોંઘા કમ્પ્યુટર લોકોને સસ્તા લાગી રહ્યા છે : બે વર્ષ પહેલાં મળતા પચીસથી ત્રીસ હજારની કિંમતના બેઝિક કોમ્પ્યુટરની કિંમતો પચાસ હજારને આંબી ગઈ

નવી દિલ્હી તા.૧૨: છેલ્લા બે મહિનાથી હાર્ડ ડ્રાઈવના ભાવ ત્રણ ગણા થતા હવે કોમ્પ્યુટર ખરીદવું એ સામાન્ય માણસની વાત રહી નથી. છેલ્લા બે વર્ષથી મેમરીના ભાવને કારણે આમ પણ કોમ્પ્યુટરનું માર્કેટ મોંઘું થયું હતું. પરંતુ છેલ્લા બે મહિનાથી હાર્ડ ડ્રાઈવ મોંઘી થતાં ફરી કોમ્પ્યુટર અને લેપટોપ મોંઘા થયા છે. હાલમાં દિવાળીની સોઝન શરુ થવાની તૈયારીમાં છે ત્યારે વિવિધ ઈ-કોમર્સ કંપનીઓ પણ જુદી જુદી રીતે ગ્રાહકોને આકર્ષવા પ્રયત્ન કરે છે પરંતુ સામે ચારથી પાંચ હજારમાં મળતા હાર્ડ ડ્રાઈવ હવે સીધા અગીયારથી બાર હજારની કિમતે પહોંચી ગયા હોવાથી કોમ્પ્યુટરની ઓવરઓલ કિમત પર પડી રહી છે. એસએસડીનો ભાવ એક વર્ષથી વધ્યો છે પરંતુ હવે સસ્તી હાર્ડ ડ્રાઈવનો ભાવ પણ બમણો થઈ જવાથી શાળામાં ભણતાં બાળકોથી લઈને કોર્પોરેટ કામ કરતાં સિનિયર કોમ્પ્યુટર પ્રોફેશનલ માટે પણ હવે કોમ્પ્યુટરની ખરીદી મોંઘી સાબિત થઈ રહી છે. કોમ્પ્યુટરની કિમતમાં હાલમાં એઆઈનું ફેક્ટર જવાબદાર છે. જેમાં મોટો ડેટા જનરેટ થતો હોવાથી મોટી કંપનીઓ લાખોની સંખ્યામાં હાર્ડ ડ્રાઈવનો આર્ડર કરી રહ્યો છે. પહેલાં ગ્રાફિક્સ અને રેમના ભાવ વધ્યા, પછી એસએસડીના ભાવ વધ્યા અને હવે હાર્ડ ડ્રાઈવના ભાવ વધ્યા છે. એઆઈની કંપનીઓમાં હવે સેવ કરવા માટે હાર્ડ ડ્રાઈવની જરુરિયાત સતત વધતાં આ સ્થિતિ ઊભી થઈ છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
