તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
સાઉદી અરેબિયાનાં અનેક શહેરોમાં સાયરન બાદ ‘ખતરો ટળ્યો’નો સંદેશ

સાઉદી અરેબિયાના જેદ્દાહ, તાઇફ, ખામિસ મુશૈત અને અલ-ઉલા સહિતના વિસ્તારોમાં શુક્રવારે રાત્રે સંભવિત ખતરાની ચેતવણી અપાતાં સાયરન વાગ્યાં હતાં. પરંતુ થોડા સમય બાદ સાઉદી નાગરિક સુરક્ષા વિભાગે ચેતવણી પાછી ખેંચીને ખતરો ટળી ગયો હોવાનો સંદેશ આપ્યો હતો.
સત્તાવાર ચેતવણીમાં ખતરાનું ચોક્કસ સ્વરૂપ કે કોઈ હુમલાની વિગતો જાહેર કરાઈ નહોતી. યમનના હૂથીઓના તાજેતરના હુમલાઓને કારણે સાઉદી અરેબિયામાં સુરક્ષા સતર્કતા વધારાઈ છે.
જોકે હૂથીઓએ સાઉદી અરેબિયા પર મોટા પાયે હુમલો શરૂ કર્યો હોવાના સામાજિક માધ્યમોના દાવાને હજુ સત્તાવાર પુષ્ટિ મળી નથી: ન્યુઝ ફર્સ્ટ
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
