તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
પહેલાં આશીર્વાદ લીધા અને પછી કાનનાં બુટિયાં ઝૂંટવી ગયો

લુધિયાણા,તા.૨૭: લુધિયાણાની એક ઘટના વિચારવા પ્રેરે એવી છે. કોઈ અજાણી વ્યક્તિ એમ જ ઘર પાસે આવીને કંઈક પૂછે અને પછી પગે લાગીને આશીર્વાદ માગે એટલે તમે તેને સારો માણસ સમજી લો, પણ એ માણસ બીજી જ પળે તમારાં ઘરેણાં તફડાવી જઈ શકે છે. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ઘરની બહાર ઊભેલાં એક બહેન પાસે એક બાઇક ઊભી રહી છે, પાછળ બેઠેલો યુવાન મહિલાને પગે લાગીને કંઈક પૂછે છે અને પછી પલકવારમાં બહેને પહેરેલાં કાનનાં બુટિયાં ચોરીને પોતાના સાથી સાથે બાઇક પર રફુચક્કર થઈ જાય છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
