<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

વેનેઝુએલા બાદ જાપાનમાં શક્‍તિશાળી ભૂકંપથી ધરા ધ્રુજી

૬.૯ની તીવ્રતાના આંચકા છતાં સુનામીનું સંકટ ટળતાં લોકોએ રાહતનો શ્‍વાસ લીધો

ટોકયો, તા.૨૫: કુદરતના રૌદ્ર સ્‍વરૂપે આજે વિશ્વના બે અલગ-અલગ છેડા પર વસેલા દેશોને એકસાથે ધ્રુજાવી દીધા છે. વેનેઝુએલા અને જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપના આંચકાઓએ સ્‍થાનિક રહેવાસીઓમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ પેદા કર્યો છે. વેનેઝુએલામાં સ્‍થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે, જ્‍યાં એક જ મિનિટના ટૂંકા અંતરાલમાં ૭.૧ અને ૭.૫ ની તીવ્રતાના બે ઉપરાઉપરી પ્રચંડ આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા શક્‍તિશાળી હતા કે દેશની રાજધાની કારાકાસમાં આવેલી એક ૨૨ માળની બહુમાળી ઇમારત પળભરમાં જમીનદોસ્‍ત થઈ ગઈ હતી. સદીના આ સૌથી ભયાનક ભૂકંપના કારણે અનેક ઘરોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી, જેને પગલે અડધી રાત્રે લોકો પોતાના માસૂમ બાળકો સાથે જીવ બચાવવા રસ્‍તા પર દોડી આવ્‍યા હતા.

ભૂકંપના કેન્‍દ્રબિંદુની વાત કરીએ તો, વેનેઝુએલામાં પહેલો આંચકો દરિયાકાંઠાના વિસ્‍તાર મોરોનથી પશ્‍ચિમમાં ૧૩ કિલોમીટરની ઊંડાઈએ આવ્‍યો હતો. હજુ લોકો આ આંચકાના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ, મોરોનથી માત્ર ૧૬ કિલોમીટર દક્ષિણપશ્‍ચિમમાં જમીનથી ૧૦ કિલોમીટર નીચે બીજા વધુ શક્‍તિશાળી ભૂકંપનું કેન્‍દ્ર નોંધાયું હતું. આ આંચકાઓનો વ્‍યાપ એટલો મોટો હતો કે દેશના અનેક રાજ્‍યો એકસાથે ધ્રુજી ઉઠ્‍યા હતા. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા અને નુકસાનીનો સાચો આંકડો મેળવવા માટે પ્રશાસન દ્વારા તાકીદે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

(10:59 AM IST)