News of Tuesday, 26th May 2026
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, દિલ્હીથી બિહાર જતી ડબલ ડેકર બસ ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાતા ૬ મુસાફરોના કમકમાટીભર્યા મોત: વહેલી સવારે ડ્રાઇવરને ઝોકું આવી ગયું,૧૨ ઘાયલ

લખનૌ: ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. નવી દિલ્હીથી બિહાર જઈ રહેલી એક ખાનગી ડબલ ડેકર બસના ડ્રાઈવરને અચાનક ઊંઘ આવી જતાં તેણે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે બસમાં સવાર મુસાફરોમાં ભારે ચીચીયારીઓ ગાજી ઉઠી હતી.
આ ભયાનક અકસ્માતમાં ૬ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૨ જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ક્રેનની મદદથી બસને હટાવીને હાઇવે પર ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
