<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ચોટીલા પાસે સર્જાયેલ દુર્ઘટનામાં અમદાવાદના દંપતીનો ભોગ લેવાયો

પતિ-પત્‍નિ જૂનાગઢ વિધીમાં જઇ રહયા હતા ત્‍યારે મોત મળતા અરેરાટી

(જીગ્નેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૧૪: ચોટીલા પાસે કાલે રાત્રીના ખાનગી ટ્રાવેલ્‍સની બસ અગન ગોળો બનતા ચાર વ્‍યકિતના મોત થયા છે. જેમાં ત્રણ વ્‍યકિતની ઓળખ મળી છે. જયારે એક વ્‍યકિતની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.  આ દુર્ઘટનામાં અમદાવાદ રહેતા  જબારભાઇ અલીભાઇ ખીંચી (ઉ.વ.૬૦) અને નસીમબેન જબારભાઇ ખીંચીનો ભોગ લેવાયો છે. બંને દંપતિ કાલે રાત્રીના ૯ વાગ્‍યે બસમાં બેઠા હતા અને જૂનાગઢ વિધીમાં આવી રહયા હતા. ત્‍યારે બસ ભસ્‍મીભૂત થતા તેનો ભોગ લેવાયો છે. તેને સંતાનમાં બે પુત્રો છે.

(4:28 PM IST)