News of Friday, 24th July 2026
અમદાવાદ જળમગ્નઃ જનજીવન થંભી ગયું
૧૮ ઈંચ જેટલા વરસાદથી શહેર પાણી-પાણીઃ સોસાયટીઓ-રસ્તાઓ જળબંબાકાર : લોકોના ઘરો-દુકાનોમાં પાણી ઘુસી ગયાઃ શાળા-કોલેજોમાં રજાઃ દુધ-શાકભાજી વગેરે માટે લોકોની દોડાદોડીઃ શહેરીજનો બાનમાં

અમદાવાદ,તા.૨૪: અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિગ કરતાં શહેરમાં સરેરાશ ૧૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે જનજીવન પણ વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે. દક્ષિણ-પヘમિ ઝોનમાં ૧૮ ઈંચથી વધુ વરસાદ, ઉત્તર-પヘમિમાં સાડા ૧૪ ઈંચ અને પヘમિ-મધ્ય ઝોનમાં સાડા ૧૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં ભારે વરસાદ બાદ પ્રિ-મોન્સુનની કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. ૨૪ કલાક બાદ પણ પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન થતાં શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગોતા, શીલજ, સિધુભવન, હેલ્મેટ ચાર રસ્તા, બોપલ અને ઘુમા જેવા મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ પ્રજા હાલાકી વેઠી રહી છે, જ્યારે કમિશનર અને મેયરના બંગલા પાસે ટીપુંય પાણી નથી! પ્રિ-મોન્સુન પ્લાનિગ માત્ર કાગળ પર સાબિત થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
અતિભારે વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. બંગલોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરમાં અનેક સોસાયટીઓ ડૂબી છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો ફસાયા છે તો પેલેડિયમ મોલ આગળ ઘ્પ્ પણ થોડીવાર માટે ફસાયા હતા.
અમદાવાદના પૂર્વ ઝોનમાં સાડા ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક રહિશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના પヘમિ અને મધ્ય ઝોનમાં સાડા ૧૨ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને જાહેર વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં મહાનગરપાલિકાની ટીમો પાણીના નિકાલ માટે સતત કામગીરી કરી રહી છે.
ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ૯ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડ્યો છે અને સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે.
ઉત્તર-પヘમિ ઝોનમાં સાડા ૧૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ-પヘમિ ઝોનમાં સૌથી વધુ ૧૭ ઈંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થવાની તેમજ પાણી ભરાવાની અનેક ઘટનાઓ સામે આવી છે. મહાનગરપાલિકા અને રાહત ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કાર્યવાહી કરી રહી છે.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને શેલા, ઘુમા, બોપલ અને આંબલી જેવા પヘમિના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસતાં માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુસળધાર વરસાદના પ્રચંડ પ્રવાહને કારણે કેટલાય વિસ્તારોમાં મુખ્ય રોડ ધોવાઈ ગયા છે, જેના કારણે રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે અને ડામર ઉખડી ગયો છે. રોડ ધોવાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માત સર્જાવાની ભીતિ વચ્ચે લોકો તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
અમદાવાદમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિગ ચાલુ રાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ફરી એકવાર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. બોડકદેવ વિસ્તારમાં રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોકા સર્કલની આસપાસ આવેલી અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. બીજી તરફ ભારે વરસાદ અને પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થતાં સુરક્ષાના ભાગરૂપે એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. મહાનગરપાલિકાની ટીમો પાણીના નિકાલ અને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે કામગીરીમાં લાગી ગઈ છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
