તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
૭ નવેમ્બરે મુંબઈથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ટિકિટ રૂ.૨૬,૫૬૦: જ્યારે ભારતથી લંડન જવાની ટિકિટ આશરે રૂ.૨૫,૫૦૦માં ઉપલબ્ધ
દિવાળી વેકેશનમાં વતન જવાનું ‘મોંઘું' પણ વિદેશ જવાનું ‘સસ્તું'? ડોમેસ્ટિક ફલાઈટસનાં ભાડાંમાં ૪૫૦ ટકાથી વધારો : ૩૦ ડિસેમ્બરે મુંબઈ-ગોવાની ટિકિટ રૂ.૧૩,૪૬૯ (૨૮૪ ટકા વધારો), મુંબઈ-ભુજની રૂ.૧૩,૫૨૨ (૧૭૦ ટકા વધારો) અને મુંબઈ-બેંગ્લુરુની રૂ.૧૧,૭૭૭ (૧૬૧ ટકા વધારો) થઈ

મુંબઈ,તા.૨: વૈશ્વિક સ્તરે યુદ્ધની વકરી રહેલી સ્થિતિની સાથે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે એટીએફના ભાવમાં વધારા વચ્ચે તહેવારોમાં ડોમેસ્ટિક એરલાઈન્સના ભાડા આસમાને પહોંચતા સામાન્યથી લઈ મિડલ ક્લાસના લોકો માટે હવાઈ મુસાફરી કરવાનું સપના સમાન બન્યું છે.
દિવાળીના તહેવારમાં વતન જવા માટે વિમાનની ટિકિટ ખરીદવી આ વર્ષે મોંઘી પડી રહી છે. કેટલીક ડોમેસ્ટિક ફલાઈટનાં ભાડાંમાં સામાન્ય દિવસોની સરખામણીએ ૪૫૦ ટકાથી વધુનો વધારો થયો છે. સ્થિતિ એવી છે કે ૭ નવેમ્બરે મુંબઈથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ટિકિટ રૂ.૨૬,૫૬૦ થઈ છે, જ્યારે ભારતથી લંડન જવાની ટિકિટ આશરે રૂ.૨૫,૫૦૦માં ઉપલબ્ધ છે.
૧૫ નવેમ્બરે દિલ્હીથી મુંબઈ આવતી સ્પાઈસજેટની ટિકિટ રૂ.૨૮,૧૩૦ સુધી પહોંચી છે, જે સામાન્ય ભાડા કરતાં ૪૬૨ ટકા વધુ છે. ૬ નવેમ્બરે મુંબઈ-અમદાવાદનું ભાડું રૂ.૧૨,૫૪૫ (૩૧૮ ટકા વધારો), ૮ નવેમ્બરે મુંબઈ-પટનાનું રૂ.૨૮,૨૨૧ (૩૦૩ ટકા વધારો) અને મુંબઈ-નાગપુરનું રૂ.૨૧,૦૦૮ (૩૨૦ ટકા વધારો) નોંધાયું હતું. મુંબઈ-કોલ્હાપુર રૂટ પર સ્ટાર એરની ટિકિટ રૂ.૯,૮૨૦ થઈ છે, જે સામાન્ય ભાડા કરતાં ૧૪૫ ટકા વધુ છે.
બીજી તરફ, ૭ નવેમ્બરે ભારતથી લંડન જવાની એતિહાદ એરવેઝ અને અઝરબૈજાન એરલાઈન્સની ટિકિટ આશરે રૂ.૨૫,૫૦૦માં મળી રહી છે. બેંગકોક, દુબઈ, કોલંબો, સિગાપોર અને ફુકેટની ટિકિટ રૂ.૧૫,૦૦૦થી રૂ.૨૨,૦૦૦ વચ્ચે છે. તહેવારો દરમિયાન વધતી માંગ અને ડાયનેમિક પ્રાઇસિગ પર નિયંત્રણ માટેના નિયમો જાહેર કરવામાં સરકારના વિલંબને ભાવવધારાનું કારણ ગણાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આપેલી ખાતરી મુજબ ૩૦ ઑક્ટોબર સુધીમાં ભાડાં નિયંત્રણનું માળખું જાહેર થવાનું હતું, પરંતુ સમયમર્યાદા ચૂકી ગઈ હતી.
નવા વર્ષની ઉજવણી માટે પણ ભાડાં વધ્યાં છે. ૩૦ ડિસેમ્બરે મુંબઈ-ગોવાની ટિકિટ રૂ.૧૩,૪૬૯ (૨૮૪ ટકા વધારો), મુંબઈ-ભુજની રૂ.૧૩,૫૨૨ (૧૭૦ ટકા વધારો) અને મુંબઈ-બેંગ્લુરુની રૂ.૧૧,૭૭૭ (૧૬૧ ટકા વધારો) થઈ છે. મુંબઈ-દિલ્હી રૂટ પર નવા વર્ષની પૂર્વસંધ્યાએ ટિકિટ રૂ.૧૧,૭૧૩માં ઉપલબ્ધ છે, જે સામાન્ય ભાડા કરતાં ૧૩૪ ટકા વધુ છે.
વિમાનનાં ઊંચાં ભાડાંને કારણે રેલવેમાં પણ તહેવારો દરમિયાન ભીડ વધી છે. દિવાળીના સપ્તાહમાં દિલ્હી જતી મોટા ભાગની ટ્રેનો ભરચક છે અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી બંને તેજસ એક્સપ્રેસમાં પણ બેઠકો લગભગ ભરાઈ ગઈ છે. પヘમિ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે તહેવારોની ભીડને પહોંચી વળવા રેલવે ૨,૦૦૦થી વધુ વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. આગામી અઠવાડિયાંમાં જરૂરિયાત મુજબ વધુ વિશેષ ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
