તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
એર ઇન્ડિયાની દિલ્હી-બેંગલુરુ ફ્લાઇટનું લેન્ડિંગ સમયે 'ટેલ-સ્ટ્રાઇક' થતાં વિમાન ગ્રાઉન્ડેડ
લેન્ડિંગ દરમિયાન 'ટેલ-સ્ટ્રાઇક' (વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે ઘસાવાની ઘટના) નડી

દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2651ને ૨૧ મેના રોજ બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન 'ટેલ-સ્ટ્રાઇક' (વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે ઘસાવાની ઘટના) નડી હતી. જો કે, વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું અને તમામ મુસાફરો તેમજ ક્રૂ મેમ્બર્સ સામાન્ય રીતે બહાર આવી ગયા હતા. એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિમાનને વિગતવાર તપાસ માટે હાલ ગ્રાઉન્ડેડ (સેવા બહાર) કરી દેવાયું છે અને નિયમનકારી સત્તાધિકારીઓ સાથે મળીને આ ઘટનાની તપાસ કરવામાં આવશે. આ દુર્ઘટનાને કારણે બેંગલુરુથી દિલ્હીની રિટર્ન ફ્લાઇટ AI2652 કેન્સલ કરવામાં આવી છે અને પ્રભાવિત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
