તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
દિવાળી પહેલાં જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ચિંતાજનક સ્થિતિ:સરેરાશ AQI 382 પર પહોંચતા GRAP-3 લાગુ
અનેક વિસ્તારોમાં AQI 400ને પાર નોંધાયો: દિલ્હીના કુલ 58 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 26 સ્ટેશનો પર પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચ્યું

નવી દિલ્હી :દિવાળીના તહેવાર પહેલાં જ દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણે ગંભીર ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે અને સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 382 પર પહોંચી ગયો છે, જે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. શહેરના અનેક વિસ્તારોમાં AQI 400ને પાર નોંધાયો છે. દિલ્હીના કુલ 58 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 26 સ્ટેશનો પર પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચ્યું છે.
દિવાળી પહેલાં જ શહેરમાં ગાઢ ધુમ્મસ અને ધુમાડાની ચાદર છવાતાં લોકોની મુશ્કેલી વધી છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો અને પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાની ઘટનાઓને પ્રદૂષણ વધવાનાં મુખ્ય કારણો માનવામાં આવી રહ્યાં છે. બીજી તરફ દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણનું સ્તર હજુ વધી શકે તેવી આશંકા છે.
હવામાન અને પ્રદૂષણ સંબંધિત આગાહી મુજબ 7થી 9 નવેમ્બર દરમિયાન દિલ્હીની હવા ગંભીર સ્થિતિમાં રહી શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે GRAP-3 લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત બાંધકામ સહિત ધૂળ ફેલાવતી પ્રવૃત્તિઓ અને વાહનવ્યવહાર પર વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
