<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

જમ્‍મુ-કાશ્‍મીર, પંજાબ, રાજસ્‍થાન અને ગુજરાતમાં એર રેડ બ્‍લેકઆઉટ મોકડ્રીલ

પશ્ચિમી સરહદો પર હાઈએલર્ટ

નવી દિલ્‍હી તા.૨૪: કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો મુજબ દેશની પヘમિી સરહદ નજીક આવેલા રાજ્‍યોમાં સંભવિત હવાઈ હુમલા અને કટોકટીની સ્‍થિતિને પહોંચી વળવા માટે વ્‍યાપક સિવિલ ડિફેન્‍સ બ્‍લેકઆઉટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્‍યું છે. લદ્દાખના લેહથી લઈને પંજાબ અને રાજસ્‍થાનના વિવિધ જિલ્‍લાઓમાં આજે  ૨૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રે સાયરન વગાડીને સંપૂર્ણ અંધારપટ (બ્‍લેકઆઉટ) કરવાની કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ માત્ર પૂર્વતૈયારી માટેની કવાયત છે, તેથી નાગરિકોને અફવાઓથી દૂર રહી તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

સત્તાવાર વિગતો અનુસાર, છેલ્‍લા બે દિવસથી ભારતની પヘમિી સરહદે આવેલા રાજ્‍યો જેવા કે રાજસ્‍થાન, પંજાબ, જમ્‍મુ-કાશ્‍મીર અને ગુજરાતની આસપાસના વિસ્‍તારોમાં સુરક્ષા કવાયત તેજ કરવામાં આવી છે.

લેહના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ (આઈએએસ) મુકુલ બેનીવાલ દ્વારા ગઈકાલે  એક સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્‍યો છે. આ આદેશ મુજબ, લેહ જિલ્‍લામાં આજે સાંજે સાત વાગ્‍યાથી રાતના આઠ વાગ્‍યા સુધી સિવિલ ડિફેન્‍સ એર રેડ બ્‍લેકઆઉટ મોક એક્‍સરસાઇઝ (હવાઈ હુમલા સામે રક્ષણની કવાયત) યોજવામાં આવી છે.

નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર

૧. સાંજે સાત વાગ્‍યે સાયરન વાગતાની સાથે જ તમામ પ્રકારની લાઈટો (જેમાં ઈન્‍વર્ટર લાઈટ, સોલાર લાઈટ, ટોર્ચ, મોબાઈલની લાઈટ અને વાહનોની લાઈટનો સમાવેશ થાય છે) તાત્‍કાલિક બંધ કરવાની રહેશે.

૨. ઘરમાંથી પ્રકાશ બહાર ન જાય તે માટે તમામ બારીઓ બંધ કરવી અને પડદા પાડી દેવા.

૩. આ માત્ર એક કવાયત (મોક ડ્રીલ) હોવાથી કોઈએ પણ ગભરાવું નહીં.

૪. વૃદ્ધો, બાળકો અને બીમાર વ્‍યક્‍તિઓ ગભરાઈ ન જાય તે માટે તેમને અગાઉથી જાણ કરી તૈયાર રાખવા.

૫. આ કવાયત દરમિયાન તમામ ઈમરજન્‍સી સેવાઓ અને હોસ્‍પિટલો રાબેતા મુજબ ચાલુ રહેશે.

૬. પંજાબ અને રાજસ્‍થાનમાં પણ વ્‍યાપક કવાયત

રાષ્ટ્રીય સ્‍તરના અહેવાલો મુજબ, પંજાબના તમામ જિલ્‍લાઓમાં પણ આજે  ૨૪ એપ્રિલના રોજ રાત્રે આઠ વાગ્‍યે આવી જ બ્‍લેકઆઉટ મોક ડ્રીલ યોજવામાં આવી છે. જેમાં બે મિનિટ સુધી ખાસ પ્રકારનું સાયરન વગાડીને નાગરિકોને તમામ બિનજરૂરી લાઈટો બંધ કરવા સૂચના અપાઈ રહી છે. આ દરમિયાન નેશનલ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સ, ફાયર બ્રિગેડ, પોલીસ, આરોગ્‍ય વિભાગ અને એનસીસી દ્વારા બચાવ અને રાહત કામગીરીનું લાઈવ રિહર્સલ કરવામાં આવશે.

તેવી જ રીતે, રાજસ્‍થાનના ઝુંઝુનુ સહિતના વિસ્‍તારોમાં આજ રોજ રાત્રે દસ વાગ્‍યાથી દસ વાગીને પંદર મિનિટ સુધી સંપૂર્ણ અંધારપટ રહેશે.

અગાઉ પヘમિી સરહદના વિસ્‍તારોમાં ઓપરેશન શીલ્‍ડ અંતર્ગત ગુજરાતના અમદાવાદ, પંજાબના અમૃતસર અને રાજસ્‍થાનના સરહદી વિસ્‍તારોમાં પણ આવા રિહર્સલ યોજાઈ ચૂક્‍યા છે.

ડિજિટલ પ્‍લેટફોર્મ એક્‍સ પર આ કવાયતને લઈને લોકોમાં ભારે ચર્ચા જાગી છે. કેટલાક યુઝર્સે સરહદી વિસ્‍તારોમાં અચાનક શરૂ થયેલી આ પ્રવૃત્તિઓ જોઈને આヘર્ય વ્‍યક્‍ત કર્યું છે કે શું કોઈ ઘટના બનવાની તારીખ નજીક આવી રહી છે? જોકે, સત્તાવાળાઓએ સ્‍પષ્ટ કર્યું છે કે આ માત્ર રાષ્ટ્રીય સુરક્ષા અને કટોકટી વ્‍યવસ્‍થાપનને ચકાસવા માટેની રૂટીન પ્રક્રિયા છે.

 

(10:50 AM IST)