તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
એરપોર્ટ પર ફાયરિંગ કરવાનો હતો
જૈશ-એ-મોહમ્મદના આતંકી મુદ્દે મોટો ખુલાસોઃ પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન

નવી દિલ્હીઃ મૂળ આસામના કરીમગંજ જિલ્લાના રહેવાસી અને મદ્રાસમાં અભ્યાસ કરી ચૂકેલા આ કટ્ટર વિચારધારા ધરાવતા આરોપીએ ટાર્ગેટની રેકી કરીને ફોટો-વિડિયો પણ લીધા હતા અને તેનો પ્લાન વડોદરા એરફોર્સ સ્ટેળન પર ઓટોમેટિક વેપનથી ફાયરિગ કરીને પાકિસ્તાન ભાગવાનો હતો. દાહોદ નજીક હથિયાર મળ્યા બાદ તે દાહોદથી વડોદરા આવી રહ્યો હતો ત્યારે ઝડપાયો હતો, જ્યાં તેની પાસેથી ઓટોમેટિક વેપન, બે ખાલી મેગેઝિન, ૨૩ જીવતા કારતૂસ અને ઝંડો મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું છે કે તે એક-બે દિવસમાં ગુજરાતમાં હુમલાની માહિતી ધરાવતી ટીમ સાથે જોડાયેલો હતો, વડોદરા રેલવે સ્ટેશન નજીક મિલન હોટેલમાં રોકાયો હતો, મુફતી અબ્દુલ નામના હેન્ડલરના સંપર્કમાં હતો અને નવા ફોન તથા ખર્ચા માટે તેના ખાતામાં ૫૦ હજાર રૂપિયા આવ્યા હતા, જેના ફોનમાંથી હથિયાર ચલાવવાના પુરાવા મળ્યા બાદ UAPA હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
