<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

અજય દેવગન ફરી કાયદાકીય મુશ્કેલીમાં: જુહૂના ભવ્ય બંગલામાં સ્પા અને સલૂન શરૂ કરવા જતાં મહાનગરપાલિકાએ ફટકારી 'સ્ટોપ-વર્ક' નોટિસ

કપોળ હાઉસિંગ સોસાયટીનો કમર્શિયલ ઉપયોગ, સુરક્ષા અને પાર્કિંગ મુદ્દે ભારે વિરોધ; ૧૦.૬૧ કરોડના કરાર વચ્ચે દેવગન પરિવારે પાલિકા પાસે મંજૂરીઓ રજૂ કરવા ચાર અઠવાડિયાનો સમય માગ્યો

મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન માટે કાયદાકીય મુશ્કેલીઓનો સilsિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં ગુટખાની જાહેરાત મામલે એફડીએ (FDA) ની નોટિસ બાદ હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના કે-વેસ્ટ વોર્ડે તેમના જુહૂ સ્થિત આલીશાન બંગલામાં ચાલી રહેલા બાંધકામ અને નવીનીકરણ કામકાજ પર તાત્કાલિક અસરથી 'સ્ટોપ-વર્ક' નોટિસ જારી કરી છે. આ કાર્યવાહી 'કપોળ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી' દ્વારા કરવામાં આવેલી સત્તાવાર ફરિયાદ બાદ કરવામાં આવી છે.

 

સોસાયટીનો ભારે વાંધો અને પાલિકાની તપાસ

 

મળતી વિગતો મુજબ, જુહૂની પ્રીમિયમJVPD સ્કીમમાં આવેલો અજય દેવગનનો આ બંગલો આશરે ૭,૮૦૨ ચોરસ ફૂટનો છે. આ બંગલાને 'ફ્લોરિયન હૂરેલ સેલોન્સ પ્રાઈવેટ લિમિટેડ'ને ૫ વર્ષ માટે લીઝ પર આપવામાં આવ્યો છે, જેનું પ્રથમ વર્ષનું માસિક ભાડું રૂ. ૧૬ લાખ છે અને સમગ્ર કરાર રૂ. ૧૦.૬૧ કરોડનો છે. જોકે, રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ સ્પા અને સલૂન શરૂ થવાથી ગ્રાહકોની ભીડ, સુરક્ષા, અવાજ અને પાર્કિંગની ગંભીર સમસ્યાઓ ઊભી થવાની ચિંતા વ્યક્ત કરીને સોસાયટીના રહીશોએ સખત વાંધો ઉઠાવ્યો હતો. પાલિકાના રેકોર્ડમાં કોમર્શિયલ ઉપયોગની જરૂરી પરવાનગીઓ ન મળતાં નોટિસ ફટકારાઈ છે, જેના જવાબ માટે દેવગન પરિવારે ૪ અઠવાડિયાનો સમય માગ્યો છે.

 

દેવગન કેમ્પનો મંજૂરી હોવાનો દાવો

 

સામે પક્ષે, દેવગન ગ્રુપના ચીફ લીગલ એન્ડ કમ્પ્લાયન્સ ઓફિસર રૂચિ કનોજિયાએ જણાવ્યુ છે કે, પ્રસ્તાવિત સલૂન અને સ્પા માટે જરૂરી તમામ કાયદાકીય મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. જોકે, સોસાયટીએ માત્ર કમર્શિયલ ઉપયોગ જ નહીં પરંતુ બંગલામાં કરવામાં આવી રહેલા સ્ટ્રક્ચરલ ફેરફારો, પ્લમ્બિંગ, ઈલેક્ટ્રિકલ, ફાયર સેફ્ટી અને એચવીએસી (HVAC) સિસ્ટમ અંગે પણ તપાસની માંગ કરી છે. હાલ આ મુદ્દો સહકારી વિભાગ અને બીએમસી બંને સમક્ષ પેન્ડિંગ છે અને હવે પછી દેવગન પરિણામ શું દસ્તાવેજો રજૂ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

 

(8:16 PM IST)