News of Thursday, 3rd September 2026
અખિલેશ યાદવનાં નેતૃત્ત્વમાં સપા પૂર્ણ બહુમતની સરકાર બનાવશે : કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડાશે : શિવપાલ સિંહ યાદવનો દાવો
શિવપાલ યાદવ એટામાં પૂર્વ ધારાસભ્ય રામેશ્વર સિંહ યાદવ સાથે મુલાકાત કરી તેમનાં સ્વાસ્થ્યની માહિતી મેળવવા પહોંચ્યા: તેઓ સપા નેતા શરાફત હુસૈન ઉર્ફ કાલેનાં પિતા હાજી અબ્દુલ અઝીઝનાં નિધન પર શોક વ્યક્ત કરવા તેમના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા.

સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ સિંહ યાદવે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027માં સપા અને કોંગ્રેસનાં ગઠબંધનને જાળવી રાખવાની પૃષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, અખિલેશ યાદવનાં નેતૃત્ત્વમાં સપા પૂર્ણ બહુમતની સરકારની રચના કરશે.
એટામાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શિવપાલ યાદવે કહ્યું કે,‘સપા-કોંગ્રેસ 2027ની ચૂંટણી સાથે મળીને લડશે અને બહુમતી સાથે સરકારની રચના કરશે.’ જોકે, વિધાનસભા ચૂંટણી માટે સપાની રણનીતિ શું રહેશે, આ મુદ્દે શિવપાલ યાદવે હાલ પત્તા ખોલ્યા નથી. તેમણે કહ્યું કે- સમય આવશે ત્યારે દરેક બાબત સાર્વજનિક કરાશે. આ દરમિયાન તેમણે ભાજપ પર વિપક્ષનો સફાયો કરવા અને નબળો બનાવવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં સપા નેતાઓને AI જનરેટેડ વીડિયો થકી ટાર્ગેટ કરવા અને રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા જેવી ઘટનાઓ સામેલ છે.
શિવપાલ યાદવ એટામાં પૂર્વ ધારાસભ્ય રામેશ્વર સિંહ યાદવ સાથે મુલાકાત કરી તેમનાં સ્વાસ્થ્યની માહિતી મેળવવા પહોંચ્યા હતા. આ ઉપરાંત તેઓ સપા નેતા શરાફત હુસૈન ઉર્ફ કાલેનાં પિતા હાજી અબ્દુલ અઝીઝનાં નિધન પર શોક વ્યક્ત કરવા તેમના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
