<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

અશાંત ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે એલર્ટઃ કોમર્શિયલ ફલાઈટ દ્વારા પરત ફરવાની સલાહ

પશ્ચિમ એશિયામાં બદલાતા ભૌગોલિક-રાજકીય સમીકરણો અને વધતા સૈન્‍ય તણાવને પગલે ઈરાનમાં સ્‍થિતિ અત્‍યંત સંવેદનશીલ બની ગઈ છે

નવી દિલ્‍હી,તા.૨૦: તેહરાનમાં સ્‍થિત ભારતીય દૂતાવાસે સ્‍પષ્ટપણે જણાવ્‍યું છે કે હાલની સુરક્ષા પરિસ્‍થિતિ સુધરે ત્‍યાં સુધી ઈરાનની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં હાજર છે, તેમને ઉપલબ્‍ધ કોમર્શિયલ ફલાઈટ્‍સ દ્વારા દેશ છોડીને ભારત પરત ફરવા અંગે ગંભીરતાથી વિચારણા કરવા માટે જણાવાયું છે. આ સલાહનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિヘતિ કરવાનો છે.

દૂતાવાસે સ્‍પષ્ટ કર્યું છે કે ,જે લોકો અનિવાર્ય સંજોગોવશાત ઈરાનમાં રહેવાનું નક્કી કરે છે, તેમણે અત્‍યંત સાવધાની રાખવી જોઈએ. ભારતીયોને સ્‍થાનિક સમાચાર અને સુરક્ષા અપડેટ્‍સ પર સતત નજર રાખવા અને ખાસ કરીને દક્ષિણ કિનારા જેવા સંવેદનશીલ વિસ્‍તારો કે જ્‍યાં સૈન્‍ય પ્રવૃત્તિઓ વધુ છે, ત્‍યાં જવાનું ટાળવા તાકીદ કરવામાં આવી છે. વધુમાં, ઈરાનમાં રહેલા તમામ ભારતીયોને ભારતીય દૂતાવાસમાં ફરજિયાત નોંધણી કરાવવા અને સોશિયલ મીડિયા હેન્‍ડલ્‍સ મારફતે આપવામાં આવતી અધિકૃત સૂચનાઓનું પાલન કરવા કહેવામાં આવ્‍યું છે.

છેલ્‍લા કેટલાક સમયથી ઈરાન અને પヘમિી દેશો વચ્‍ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્‍યો છે. અમેરિકા અને ઈરાન વચ્‍ચેના વધતા સંઘર્ષને કારણે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને પાવર ફેસિલિટીઝ પરના હુમલાએ પ્રાદેશિક અસ્‍થિરતામાં વધારો કર્યો છે. આ પરિસ્‍થિતિને જોતા ભારત સરકાર અત્‍યંત સાવધ છે અને પોતાના નાગરિકોને કોઈપણ પ્રકારના જોખમથી બચાવવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહી છે.

ભારતીય દૂતાવાસે મદદની જરૂર હોય તેવા નાગરિકો માટે ઇમરજન્‍સી હેલ્‍પલાઇન નંબરો પણ જાહેર કર્યા છે. ભારતીય નાગરિકોને વિનંતી છે કે તેઓ અફવાઓ પર ધ્‍યાન આપવાને બદલે માત્ર સત્તાવાર માહિતી અને દૂતાવાસની માર્ગદર્શિકાને જ અનુસરે. ભારત સરકારની આ એડવાઈઝરી પヘમિ એશિયાની જાટિલ સુરક્ષા સ્‍થિતિમાં ભારતીયોની સલામતી માટેનું એક જવાબદાર અને તાત્‍કાલિક પગલું છે

(3:15 PM IST)