તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ભાજપ અને કોંગ્રેસ સહિત દેશના તમામ રાજકીય પક્ષો નકામા છે : રાજકીય પક્ષોને જનતાના કલ્યાણ કરતાં સત્તા અને પૈસામાં વધુ રસ છે: સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાત્જુના આકરા પ્રહારો
સત્તા અને પૈસા માટે રાજકારણ કરતા પક્ષો જનતાના હિતને ભૂલ્યા : અભિજીત દીપકેની ‘કોકરોચ જનતા પાર્ટી’ની પણ ઝાટકણી : શાંતિ જાળવવાના બોન્ડ ભરનાર નેતાઓની આંદોલન કરવાની ક્ષમતા સામે સવાલ : રાજકીય પક્ષો મત મેળવવા માટે જાતિ અને ધર્મના આધારે સમાજમાં વિભાજન તથા નફરત પેદા કરે છે: જોકે ભવિષ્યમાં નિઃસ્વાર્થ, દેશભક્ત, આધુનિક અને ધર્મનિરપેક્ષ વિચારસરણી ધરાવતા નવા નેતાઓ ઊભા થશે અને જનતાને સંગઠિત કરીને દેશને નવી દિશા આપશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો

નવી દિલ્હી, તા. ૩ : સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાત્જુએ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિત દેશના તમામ રાજકીય પક્ષોની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે તેમને ભારતમાં કોઈપણ રાજકીય પક્ષ પસંદ નથી. કોંગ્રેસની ટીકા કરવાથી પોતે ભાજપના સમર્થક હોવાનું માનવામાં આવે છે, પરંતુ તે તદ્દન ખોટું છે. તેમના મતે રાજકીય પક્ષોને જનતાના કલ્યાણ કરતાં સત્તા અને પૈસામાં વધુ રસ છે.
કાત્જુએ આરોપ મૂક્યો કે રાજકીય પક્ષો મત મેળવવા માટે જાતિ અને ધર્મના આધારે સમાજમાં વિભાજન તથા નફરત પેદા કરે છે. જોકે ભવિષ્યમાં નિઃસ્વાર્થ, દેશભક્ત, આધુનિક અને ધર્મનિરપેક્ષ વિચારસરણી ધરાવતા નવા નેતાઓ ઊભા થશે અને જનતાને સંગઠિત કરીને દેશને નવી દિશા આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
અભિજીત દીપકેની ‘કોકરોચ જનતા પાર્ટી’ અંગે પણ કાત્જુએ કડક ટિપ્પણી કરી છે. તેમણે સીજેપીના નેતાઓ દ્વારા શાંતિ જાળવવાના બોન્ડ ભરવાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે, આ પ્રકારના બોન્ડ ભર્યા પછી ફરી આંદોલન કરવામાં આવે તો નેતાઓને કાનૂની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કાત્જુએ સીજેપીનું આંદોલન સમાપ્ત થઈ ગયું હોવાનો દાવો કરતાં તેના નેતાઓની હિંમત સામે પણ પ્રશ્નાર્થ મૂક્યો હતો.
વિરોધ પક્ષોની પ્રતીકાત્મક સંસદીય કવાયત અંગે પણ તેમણે કટાક્ષ કર્યો હતો. કાત્જુના નિવેદનોથી રાજકીય પક્ષોની કાર્યપદ્ધતિ અને નવા રાજકીય આંદોલનોની અસરકારકતા અંગે ચર્ચા જાગી છે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
