<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ લાઇબ્રેરી ગેટ સામે મુખ્ય રસ્તો ચક્કાજામ કર્યો

ફી વધારો પાછો ખેંચવા,24 કલાક લાઈબ્રેરી એક્સેસ, વિદ્યાર્થીઓના સસ્પેંશન અને કેસ પાછા ખેંચવા સહિતની માંગણી

અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના આંદોલનકારી વિદ્યાર્થીઓએ લાઇબ્રેરી ગેટ સામે મુખ્ય રસ્તો રોક્યો હતો  તેઓ ફી વધારો પાછો ખેંચવાની અને 24 કલાક લાઇબ્રેરી ઍક્સેસની માંગ કરી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીઓના સસ્પેન્શન પાછા ખેંચવાની અને તેમની સામે દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાની પણ માંગ કરી રહ્યા છે. તેઓ યુનિયન હોલને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓને સોંપવાની પણ માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ જુલાઈથી વિરોધ કરી રહ્યા છે, પરંતુ 28 સપ્ટેમ્બરથી ભૂખ હડતાળ પર છે. તેમની માંગણીઓ પૂર્ણ ન થતાં, આંદોલનકારી વિદ્યાર્થીઓએ આજે તેમનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો. ભૂખ હડતાળ પર રહેલા વિદ્યાર્થીઓ યુનિયન ગેટ પર રસ્તાની વચ્ચે સૂઈ ગયા, જેના કારણે મુખ્ય ગેટ પર ટ્રાફિક ખોરવાઈ ગયો. જોકે, વિદ્યાર્થીઓના વિરોધ અંગે યુનિવર્સિટી વહીવટીતંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

(7:43 PM IST)