<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

દિલ્હીથી દમણ આવી રહેલી એલાયન્સ એર ફ્લાઇટ રદ કરાઈ

ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીને કારણે લેન્ડ કરી શકાય નહીં: સોમવારે પણ દમણ એરપોર્ટ પર વિમાન ઉતારવા માટે બે વખત પ્રયાસ કર્યો પરંતુ ભારે વરસાદ અને ધુમ્મસના કારણે સુરક્ષાને પ્રાથમિકતા આપી લેન્ડિંગ મોકૂફ રખાયું હતું

દિલ્હીથી દમણ આવી રહેલી એલાયન્સ એરની ફ્લાઇટ નંબર 9I-811, દમણ એરપોર્ટ પર ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટી (ઓછી દૃશ્યતા)ના કારણે લેન્ડિંગ ન કરી શકતા આખરે રદ કરવામાં આવી છે

સોમવારે સવારે ફ્લાઇટ નિર્ધારિત સમયે દમણ એરપોર્ટની નજીક પહોંચી હતી. પાયલટે રનવે પર વિમાન ઉતારવા માટે બે વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે વરસાદ અને ધુમ્મસના કારણે સુરક્ષાને પ્રાથમિકતા આપી લેન્ડિંગ મોકૂફ રખાયું હતું 

દમણમાં ઉતરાણ શક્ય ન બનતાં ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યાં મુસાફરોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા

અમદાવાદમાં લેન્ડિંગ કર્યા બાદ હવામાનમાં સુધારો ન થતાં, અમદાવાદથી દમણ જતી કનેક્ટિંગ ફ્લાઇટ (9I-1811) પણ રદ કરી દેવાઈ હતી. આ વિમાન ત્યારબાદ અમદાવાદથી મુસાફરોને લઈને સીધું દિલ્હી પરત ફરી ગયું હતું. 

આ અચાનક સર્જાયેલી સ્થિતિને કારણે અંદાજે 40 જેટલા મુસાફરો અટવાઈ પડ્યા હતા. એરલાઇન દ્વારા હાલ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા અને રિફંડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે

 

(12:29 AM IST)