News of Monday, 29th June 2026
અમરનાથ યાત્રામાં આતંકી હુમલા સાથે જ ખરાબ હવામાનનો પણ મોટો ખતરો
યાત્રાના બંને રૂટ પર હવામાનની ચોક્કસ દેખરેખ માટે શ્રીનગર, બનિહાલ, જમ્મુ અને લેહમાં અત્યાધુનિક ડોપ્લર વેધર રડાર સિસ્ટમ્સ શરૂ કરાઈ

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર સરકાર ૩ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાને સફળ બનાવવા માટે ચોવીસ કલાક કામ કરી રહી છે. આ વર્ષે સરકાર દ્વારા મુસાફરોના બંને રસ્તાઓ પર હવામાનની સ્થિતિની રીયલ ટાઈમ દેખરેખ માટે શ્રીનગર, બનિહાલ ટોપ, જમ્મુ અને લેહમાં અત્યાધુનિક ડોપ્લર વેધર રડાર કાર્યરત કરવામાં આવ્યા છે. આ સિસ્ટમ વર્ષ ૨૦૨૨માં પવિત્ર ગુફા પાસે આવેલી વિનાશકારી પૂરની ઘટના બાદ મજબૂત પ્રારંભિક ચેતવણી પ્રણાલી તરીકે ઊભી કરવામાં આવી છે. ડોપ્લર રડાર વાદળ ફાટવા, ભારે વરસાદ, તોફાન અને કરા પડવા જેવી સ્થાનિક ગંભીર હવામાન ઘટનાઓની વહેલી જાણકારી આપશે. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર અંશુલ ગર્ગના જણાવ્યા મુજબ, બનિહાલ અને શ્રીનગરના રડાર આ સિસ્ટમની કરોડરજ્જુ છે. તમામ એલર્ટ અને નોટિફિકેશન કેમ્પ કમાન્ડરો અને કંટ્રોલ સેન્ટર સાથે શેર કરવામાં આવશે. બાલટાલ અને નુનવાન સહિતના બેઝ કેમ્પ પર ડિસ્પ્લે બોર્ડ લગાવીને મુસાફરોને હવામાનની લાઈવ માહિતી સતત આપવામાં આવશે
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
