News of Wednesday, 25th November 2026
કારતક પૂર્ણિમાએ સર્જાયો અદ્દભૂત ખગોળીય નજારો
વર્ષના સૌથી નાના પૂર્ણ ચંદ્ર કરતાં ૧૭% મોટો અને ૩૦% વધુ તેજસ્વી સુપરમૂન ‘બીવર સુપરમૂન' બાદ આજે રાત્રે પણ ચંદ્ર લગભગ પૂર્ણ સ્વરૂપે જોવા મળશેઃ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ફરી સુપરમૂન નિહાળવાની તક મળશે

નવી દિલ્હી, તા. ૨૫ : કારતક પૂર્ણિમાના અવસરે ગઈકાલે રાત્રે વિશ્વભરના ખગોળપ્રેમીઓ માટે આકાશમાં એક અદ્વુત ખગોળીય નજારો સર્જાયો હતો. પૃથ્વીની નજીક આવેલી ચંદ્રની સ્થિતિને કારણે ‘બીવર સુપરમૂન' જોવા મળ્યો હતો. ભારતીય સમય પ્રમાણે ગઈકાલે રાત્રે ૮ વાગ્યે ૨૩ મિનિટે ચંદ્ર પૂર્ણિમાની ચોક્કસ સ્થિતિએ પહોંચ્યો હતો.
ખગોળશાષાીઓના જણાવ્યા અનુસાર વર્ષના સૌથી નાના પૂર્ણ ચંદ્રની સરખામણીએ આ સુપરમૂન આશરે ૧૭ ટકા મોટો અને ૩૦ ટકા વધુ તેજસ્વી દેખાઈ શકે છે.
ચંદ્ર પૃથ્વીની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરતો હોવાથી બંને વચ્ચેનું અંતર બદલાતું રહે છે. ચંદ્ર પૃથ્વીની નજીક હોય અને એ સમયે પૂર્ણિમા હોય ત્યારે સુપરમૂનની ખગોળીય ઘટના સર્જાય છે.
આજે રાત્રે પણ આકાશ સ્વચ્છ રહેશે તો ચંદ્ર લગભગ પૂર્ણ સ્વરૂપે જોવા મળશે. આ માટે કોઈ વિશેષ દૂરબીન કે સાધનની જરૂર નથી.
ડિસેમ્બર મહિનામાં અને ત્યારબાદ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ ફરી સુપરમૂન નિહાળવાની તક મળશે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
