<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

૧ નવેમ્‍બર, રવિવારે રવિ પુષ્‍ય નક્ષત્ર અને ભાનુ સપ્તમીનો અદભુત સંયોગ

બપોરે ૨:૫૨ વાગ્‍યા સુધી સપ્તમી અને પુષ્‍ય નક્ષત્ર બીજા દિવસે સવારે ૪:૩૧ વાગ્‍યા સુધી રહેશે નવા વર્ષના ચોપડાં, સોનું ચાંદી તથા વેપારની નવી વસ્‍તુઓની ખરીદી માટે શુભ દિવસ

નવી દિલ્‍હી તા.૨૬: જ્‍યોતિષશાષા ની લ્લષ્ટિએ ૧ નવેમ્‍બર, ૨૦૧૮, રવિવારનો દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે રવિવાર, કૃષ્‍ણ પક્ષની સપ્તમી નિધિ અને પુષ્‍ય નક્ષત્રનો શુભ સંયોગ છે. રવિવાર અને પુષ્‍ય નક્ષત્રના સંયોગને રવિ પુષ્‍ય યોગ કહેવામાં આવે છે. પરંપરાગત મુહર્તશાષમાં આ યોગને સોનું-ચાંદી, માભૂષણો, નવીન વસ્‍તુઓ તથા વ્‍યવસાયિક ઉપયોગની ચીજવસ્‍તુઓની ખરીદી માટે શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત રવિવારની સુખમી નિધિને ભાનુ સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. જે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. પંચાંગ અનુસાર -આ દિવસે સપ્તમી તિથિ બપોરે રાપર વાગ્‍યા સુધી અને પુષ્‍ય નક્ષત્ર બીજા દિવસે વહેલી સવારે ૪:૩૧ વાગ્‍યા સુધી રહેશે.

જ્‍યોતિષશાષામાં પુષ્‍પ નક્ષત્રને પોષણ, સમૃદ્ધિ, સ્‍થિરતા અને શુભ કાર્ય સાથે જોડવામાં આવે છે. પુષ્‍ય નક્ષત્રના સ્‍વામી શનિદેવ છે. જ્‍યારે રવિવારના સ્‍વામી ભગવાન સૂર્યનારાયણ છે. આ બંનેના સંધોમથી બનતા રવિ પુષ્‍ય યોગને પરંપરાગત મુહર્તશાષામાં શુભ કાર્યો માટે વિશેષ સ્‍થાન આપવામાં આવ્‍યું છે. આદિવસે સોનું, ચાંદી, પરેશાં, પૂજાપાઠની સામગ્રી, વ્‍યવસાયમાં ઉપયોગી સાધનો અને લાંભા સમય સુધી ઉપયોગમાં રહે તેવી વસ્‍તુઓ ખરીદવાનું શુભ છે.

ચોપડાં ખરીદવા માટેના મુહૂર્ત

ઞ્જ સવારે ૯:૩૧થી ૧૦:૫૬: લાભચોઘડિયું - ચોપડા વ્‍યવસાયિક સાધનો અને જરૂરી વસ્‍તુઓની ખરીદી માટે અનુકૂળ સમય

ઞ્જ સવારે ૧૦:૫૬થી બપોરે ૧૨:૨૧: અમૃત ચોઘડિયું - સોનું-ચાંદી તથા નવી વસ્‍તુઓની ખરીદી માટે શુભ ગણાતો સમય

ઞ્જ સવારે ૧૧:૫૮થી બપોરે ૧૨:૨૧: અભિજિત મુહૂર્તનો ઉપલબ્‍ધા ભાગ - ખરીદી માટેનો વધારાનો શુભ સમય.

ઞ્જ બપોરે ૧:૪૫થી ૨:૫૨ શુભયોઘડિયાનો સમય-સપ્તમી તિથિ પૂર્ણ થાય તે પહેલા ખરીદીનું આયોજન કરી શકાય

(11:33 AM IST)