તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
અંબિકા ૨૪.૦૬-ડોલવણ ૧૬.૭૩-વાસો ૧૬.૩૮-વાંસદા ૧૬.૨૬-ઉમરપાડા ૧૪.૬૯-નડિયાદ ૧૩.૪૩-નેત્રંગ ૧૩.૦૩-ધરમપુર ૧૧.૦૨-વઘઈ ૧૦.૯૪-માંગરોલ ૧૦.૭૧-આણંદમાં ૧૦.૬૭ ઇંચ
મેઘતાંડવ...રાજ્યના અનેક વિસ્તારો જળબંબાકાર : ઉકાઇ ડેમની જળ સપાટી સતત વધીને ૩૨૦ ફુટ નજીક પહોંચીઃ મધુવન ડેમ ના ૪ દરવાજા ખોલી ૧૭,૭૭૮ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું: સુરત, નવસારી, ડાંગ, ભરૂચ, અને તાપી સહિત કુલ ૧૦ જીલ્લાની સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેરઃ ગણદેવામાં ટેમ્પાને વીજતાર લાગતા ૩ યુવાનોના કરૂણ મોત

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ મેઘતાંડવ ને પગલે રાજ્ય ના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ જોવા મળી રહી છે, બંધો,જળાશયો ની જળસપાટી સતત વધી રહી છે તો લોકમાતા ઓ રમણે ચઢી છે.
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિગ કરવા મેદાન માં ઉતાર્યા છે. લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બન્યો છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય છ , તેના કારણે વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ખાસ કરી ને રેડ અને ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓ માં વહીવટી તંત્ર ને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, ભાવનગર અને આણંદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છ, આ વિસ્તારો માં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઓરેન્જ અને યલો એલર્ટ ધરાવતા જિલ્લા ઓ માં કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, વડોદરા, પંચમહાલ, મહિસાગર અને તાપી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ભારે વરસાદને પગલે બંધો અને જળાશયોની જળસપાટીઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, આજે સવારે ૬ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી ૩૧૯.૯૮ ફૂટે પહોંચી છે, ડેમમાં ૧,૬૩,૮૩૮ ક્યુસેક પાણીના ઈન્ફલો સામે ૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો કોઝવેની જાળ સપાટી સવારે ૬ કલાકે ૮.૩૪ મીટરે પહોંચી છે અને અહીં થી ૧,૫૦,૪૩૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે દમણગંગા નદીના મધુબન ડેમની જળ સપાટી આજે સવારે ૬ વાગ્યે ૭૩.૫૫ મીટર સુધી પહોંચી છે, ડેમ માં ૨૨,૮૯૩ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૧૭,૭૭૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ ના ૪ દરવાજા ૧ મીટર ખોલાયા છે, અંબિકા, ખાપરી, પુર્ણ, ગીરા, ઘોઘડ સહિત અનેક નદીઓ માં ઘોડાપુર આવ્યા છે, ભેદવાડ ખાડી ઓવરફલો થઈ છે, ૫૫ થી વધુ કોઝાવે પાણી માં ગરક થયા છે તો ૧૦૦ થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૫ તાલુકાઓમાં ૧ થી લઈને ૬૧૧ મીમી સુધીનો ભારે વરસાદ નોંધાયો છે જેમાં મુખ્યત્વે અંબિકા માં ૨૪.૦૬ ઇંચ વરસાદ, ડોલવણ ૧૬.૭૩ ઇંચ, વાસો ૧૬.૩૮ ઇંચ, વાંસદા ૧૬.૨૬ ઇંચ, ઉમરપાડા ૧૪.૬૯, નડિયાદ ૧૩.૪૩ ઇંચ, નેત્રંગ ૧૩.૦૩ ઇંચ, ધરમપુર ૧૧.૦૨ ઇંચ, વઘઈ ૧૦.૯૪ ઇંચ, માંગરોલ ૧૦.૭૧, આણંદ ૧૦.૬૭ ઇંચ વરસાદ નોંધાયો છે.
ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે તા.૩૧ જુલાઈથી ૧ ઓગસ્ટ ૨૦૨૬ (સવારે ૬ વાગ્યા સુધી) ગુજરાતમાં તાલુકાવાર કુલ વરસાદ જોઈએ,
સુરત જિલ્લોઃ અંબિકા ૬૧૧ મીમી (૨૪.૦૬ ઇંચ), ઉમરપાડા ૩૭૩ મીમી (૧૪.૬૯ ઇંચ), માંગરોળ ૨૭૨ મીમી (૧૦.૭૧ ઇંચ), અરેઠ ૨૩૩ મીમી (૯.૧૭ ઇંચ), ઓલપાડ ૨૨૧ મીમી (૮.૭૦ ઇંચ), પલસાણા ૨૧૪ મીમી (૮.૪૩ ઇંચ), બારડોલી ૨૦૦ મીમી (૭.૮૭ ઇંચ), સુરત શહેર ૧૬૪ મીમી (૬.૪૬ ઇંચ), કામરેજ ૧૫૨ મીમી (૫.૯૮ ઇંચ), મહુવા ૧૪૯ મીમી (૫.૮૭ ઇંચ), માંડવી ૧૪૭ મીમી (૫.૭૯ ઇંચ), ચોર્યાસી ૧૩૬ મીમી (૫.૩૫ ઇંચ)
તાપી જિલ્લોઃ ડોલવણ ૪૨૫ મીમી (૧૬.૭૩ ઇંચ), વાલોડ ૧૮૬ મીમી (૭.૩૨ ઇંચ), વ્યારા ૧૫૯ મીમી (૬.૨૬ ઇંચ), સોનગઢ ૧૩૬ મીમી (૫.૩૫ ઇંચ), ઉકાઈ ૧૧૩ મીમી (૪.૪૫ ઇંચ), નિઝર ૧૧૨ મીમી (૪.૪૧ ઇંચ), ઉચ્છલ ૮૯ મીમી (૩.૫૦ ઇંચ)
ખેડા જિલ્લોઃ વસો ૪૧૬ મીમી (૧૬.૩૮ ઇંચ), નડિયાદ ૩૪૧ મીમી (૧૩.૪૩ ઇંચ), મહુધા ૨૪૭ મીમી (૯.૭૨ ઇંચ), માતર ૧૭૧ મીમી (૬.૭૩ ઇંચ), મહેમદાવાદ ૧૪૫ મીમી (૫.૭૧ ઇંચ), કઠલાલ ૧૪૨ મીમી (૫.૫૯ ઇંચ), ખેડા ૧૪૦ મીમી (૫.૫૧ ઇંચ), કપડવંજ ૧૨૪ મીમી (૪.૮૮ ઇંચ), ઠાસરા ૭૪ મીમી (૨.૯૧ ઇંચ), ગળતેશ્વર ૭૪ મીમી (૨.૯૧ ઇંચ)
નવસારી જિલ્લોઃ વાંસદા ૪૧૩ મીમી (૧૬.૨૬ ઇંચ), નવસારી ૨૨૧ મીમી (૮.૭૦ ઇંચ), ખેરગામ ૨૨૦ મીમી (૮.૬૬ ઇંચ), જલાલપોર ૧૭૭ મીમી (૬.૯૭ ઇંચ), ગણદેવી ૧૪૮ મીમી (૫.૮૩ ઇંચ), ચીખલી ૧૩૪ મીમી (૫.૨૮ ઇંચ)
ભરૂચ જિલ્લોઃ નેત્રંગ ૩૩૧ મીમી (૧૩.૦૩ ઇંચ), વાગરા ૧૫૯ મીમી (૬.૨૬ ઇંચ), ભરૂચ ૧૫૬ મીમી (૬.૧૪ ઇંચ), અંકલેશ્વર ૧૪૬ મીમી (૫.૭૫ ઇંચ), વાલિયા ૧૩૫ મીમી (૫.૩૧ ઇંચ), હાંસોટ ૧૨૬ મીમી (૪.૯૬ ઇંચ), ઝઘડિયા ૧૧૬ મીમી (૪.૫૭ ઇંચ), જંબુસર ૮૧ મીમી (૩.૧૯ ઇંચ)
વલસાડ જિલ્લોઃ ધરમપુર ૨૮૦ મીમી (૧૧.૦૨ ઇંચ), વલસાડ ૧૭૩ મીમી (૬.૮૧ ઇંચ), કપરાડા ૧૬૦ મીમી (૬.૩૦ ઇંચ), પારડી ૧૩૫ મીમી (૫.૩૧ ઇંચ), નાનાપોંઢા ૧૩૨ મીમી (૫.૨૦ ઇંચ)
ડાંગ જિલ્લોઃ વઘઈ ૨૭૮ મીમી (૧૦.૯૪ ઇંચ), સુબીર ૨૬૦ મીમી (૧૦.૨૪ ઇંચ), આહવા (ધ ડાંગ) ૧૯૫ મીમી (૭.૬૮ ઇંચ)
આણંદ જિલ્લોઃ આણંદ ૨૭૧ મીમી (૧૦.૬૭ ઇંચ), ખંભાત ૨૫૮ મીમી (૧૦.૧૬ ઇંચ), બોરસદ ૨૩૪ મીમી (૯.૨૧ ઇંચ), સોજીત્રા ૨૩૧ મીમી (૯.૦૯ ઇંચ), પેટલાદ ૨૩૦ મીમી (૯.૦૬ ઇંચ), તારાપુર ૨૨૧ મીમી (૮.૭૦ ઇંચ), ઉમરેઠ ૧૨૨ મીમી (૪.૮૦ ઇંચ), આંકલાવ ૮૦ મીમી (૩.૧૫ ઇંચ)
નર્મદા જિલ્લોઃ ગરુડેશ્વર ૨૧૮ મીમી (૮.૫૮ ઇંચ), સાગબારા ૨૦૧ મીમી (૭.૯૧ ઇંચ), નાંદોદ ૧૬૬ મીમી (૬.૫૪ ઇંચ), તિલકવાડા ૧૫૩ મીમી (૬.૦૨ ઇંચ), ડેડિયાપાડા ૧૩૭ મીમી (૫.૩૯ ઇંચ), ચીખડા ૭૫ મીમી (૨.૯૫ ઇંચ)
વડોદરા જિલ્લોઃ સિનોર ૧૪૮ મીમી (૫.૮૩ ઇંચ), ડભોઈ ૧૨૯ મીમી (૫.૦૮ ઇંચ), દેસર ૧૦૧ મીમી (૩.૯૮ ઇંચ), વાઘોડિયા ૮૫ મીમી (૩.૩૫ ઇંચ), વડોદરા ૮૪ મીમી (૩.૩૧ ઇંચ)
પંચમહાલ જિલ્લોઃ જાંબુઘોડા ૧૫૭ મીમી (૬.૧૮ ઇંચ), કાલોલ ૧૩૬ મીમી (૫.૩૫ ઇંચ), હાલોલ ૭૮ મીમી (૩.૦૭ ઇંચ), ઘોઘંબા ૭૫ મીમી (૨.૯૫ ઇંચ)
છોટાઉદેપુર જિલ્લોઃ નસવાડી ૧૫૧ મીમી (૫.૯૪ ઇંચ), બોડેલી ૧૪૦ મીમી (૫.૫૧ ઇંચ), સંખેડા ૧૧૬ મીમી (૪.૫૭ ઇંચ), જેતપુર પાવી ૯૩ મીમી (૩.૬૬ ઇંચ), કવાંટ ૭૧ મીમી (૨.૮૦ ઇંચ) મુખ્યત્વે વરસાદ નોંધાયો છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
