<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

નેશનલ હાઈ-વે પર અકસ્‍માતની ૧૦ મિનિટમાં એમ્‍બ્‍યુલન્‍સે પહોંચવું પડશે

અકસ્‍માત સર્જાયા બાદ એમ્‍બ્‍યુલન્‍સ મોડી પહોંચવાના બહાના નહીં ચાલે

નવી દિલ્‍હી તા.૧૩: નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકોની સુરક્ષાને લઈને નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (એનએચએઆઈ) રા અત્‍યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવાયું છે. હવે હાઈવે પર અકસ્‍માત સર્જાયા બાદ એમ્‍બ્‍યુલન્‍સ મોડી પહોંચવાના બહાના ચાલશે નહીં, એનએચએઆઈ એ ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટાઈમ અંગે કડક ગાઈડલાઈન્‍સ જાહેર કરી છે, જે અંતર્ગત અકસ્‍માતની માહિતી મળતાં જ એમ્‍બ્‍યુલન્‍સે ૧૦ મિનિટની અંદર ઘટનાસ્‍થળે પહોંચવું પડો. નિયમોનું પાલન ન કરનાર કોન્‍ટ્રાક્‍ટરો અને એમ્‍બ્‍યુલન્‍સ ડ્રાઈવરો સામે ભારે દંડનીય કાર્યવાહી કરાશે. આ નવા નિર્ણયનો મુખ્‍ય હેતુ માર્ગ અકસ્‍માતોમાં ઈજાગ્રસ્‍ત થયેલા લોકોનો ગોલ્‍ડન અવર એટલે કે અકસ્‍માત પછીના પહેલા કલાકમાં જીવ બચાવી શકાય. એનએચએઆઈ પ્રોજેક્‍ટ્‍સ પર તૈનાત તમામ ઈમરજન્‍સી વાહનો માટે એનએચએઆઈ કેર/ઇન્‍સિડેન્‍ટ મેનેજમેન્‍ટ સિસ્‍ટમનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે. કંટ્રોલ રૂમમાંથી ઈમરજન્‍સી મેસેજ મળ્‍યાની એક મિનિટની અંદર એમ્‍બ્‍યુલન્‍સ ટીમે તેને સ્‍વીકારવો પડશે. જો તેમાં એક મિનિટથી વધુનો વિલંબ થશે, તો પ્રતિ મિનિટ ૫,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલાશે. મેસેજ સ્‍વીકાર્યા પછીની બે મિનિટની અંદર એમ્‍બ્‍યુલન્‍સે ઘટનાસ્‍થળ તરફ રવાના થવું પડશે. વિલંભ થવાના કિસ્‍સામાં ફરીથી પ્રતિ મિનિટ ૫,૦૦૦ રૂપિયાનો દંડ કરાશે. કોઈપણ એમ્‍બ્‍યુલન્‍સ કે ઓન-રોડ યુનિટ ઈમરજન્‍સી ટિકિટ રદ (રિજેક્‍ટ) કરી શકશે નહીં, જો કોઈ ટિકિટ રિજેક્‍ટ કરશે, તો ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે

(9:59 AM IST)