હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાએ હ્યુમનૉઈડ રોબોટ્સ અને 4 પગે ચાલતા (ક્વાડ્રુપેડ) રોબોટના આયાત પર રોક લગાવી: ચીની કંપનીને થશે નુકશાન
અમેરિકન ફેડરલ કોમ્યુનિકેશન્સ કમીશને આ નિર્ણય પાછળ રાષ્ટ્રીય સુરક્ષા અને સાયબર સુરક્ષા સંબંધિત જોખમોનો હવાલો આપ્યો

અમેરિકા એ ચીન સહિતના દેશોથી આવતા હ્યુમનૉઈડ રોબોટ્સ અને 4 પગે ચાલતા (ક્વાડ્રુપેડ) રોબોટના આયાત પર રોક લગાવી હતી. અમેરિકન ફેડરલ કોમ્યુનિકેશન્સ કમીશને આ નિર્ણય પાછળ રાષ્ટ્રીય સુરક્ષા અને સાયબર સુરક્ષા સંબંધિત જોખમોનો હવાલો આપ્યો હતો. આ પ્રતિબંધ અમેરિકા ના પહોંચેલા રોબોટ્સ પર લાગશે અને હાલ ઉપયોગમાં એવા રોબોટ્સ પર નવા પ્રતિબંધો નહીં લાગે.વિશ્વમાં તૈનાત 85% હ્યુમનૉઈડ રૉબોટ્સ રોબોટ ચીનનાં છે. 2030 સુધી ચીનના હ્યુમનૉઈડ રોબોટનું માર્કેટ 15 અબજ ડૉલરનું થઈ શકે છે.
આ નિર્ણય મુદ્દે ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. વૉશિંગ્ટન સ્થિત ચીનનાં દૂતાવાસે આરોપ લગાવ્યો કે- અમેરિકા કોઈપણ પુરાવા વિના ચાઈનીઝ કંપનીઓને ટાર્ગેટ કરી રહ્યું છે. ચીને કહ્યું કે- તે પોતાના હિતોના રક્ષણ માટે જરૂરી જવાબી પગલાં ભરશે. જ્યારે અમેરિકાને ચિંતા છે કે - ક્યારેક તણાવને કારણે સપ્લાયને રોકી શકવા જેવી ઘટનાઓ બની શકે છે. આ ઉપરાંત વિદેશી રોબોટ્સ થકી વીજળી સેવા, કોમ્યુનિકેશન નેટવર્ક અને અન્ય સિસ્ટમ્સને ટાર્ગેટ બનાવાય તેવી શક્યતા છે.
અમેરિકાના નિર્ણયની સૌથી વધુ અસર ચીનને જ થશે અને આ કારણે જ તેણે વિરોધ નોંધાવ્યો છે. સૌથી વધુ અસર ચીનની 4 કંપનીઓ- યુનિટ્રી, એજીઆઈબૉટ, યૂબિટેક અને ગેલબૉટને થઈ શકે છે. જ્યારે અમેરિકાની ટેસ્લા, ફિગર AI અને બૉસ્ટન ડાયનેમિક્સને ફાયદો થશે. 2024માં ચીને પોતાની ફેક્ટ્રીઓમાં 2.95 લાખ ઔદ્યોગિક રોબોટ્સ લગાવ્યા હતા, જ્યારે અમેરિકા એ માત્ર 34,200 રોબોટ લગાવ્યા હતા. હાલ ચીનમાં સંખ્યા 20 લાખથી વધુ એ પહોંચી છે, જ્યારે અમેરિકામાં તે 3.94 લાખ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
