News of Wednesday, 25th November 2026
અમેરિકા પર કુદરતી આફતનો બેવડો ખતરો:એકસાથે બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતા:10 રાજ્યોમાં તબાહીની ચેતવણી
‘કિંગ ટાઈડ’ એટલે કે અસામાન્ય રીતે ઊંચી ભરતીના કારણે બે મોટાં એરપોર્ટ પાણીમાં ગરકાવ થવાનું જોખમ:ભારે વરસાદનો છેલ્લા 43 વર્ષનો રેકોર્ડ તૂટી શકે તેવી આશંકા

અમેરિકા પર કુદરતી આફતનો બેવડો ખતરો તોળાઈ રહ્યો છે. એકસાથે બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતાને પગલે દેશનાં 10 રાજ્યોમાં તબાહીની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, ‘કિંગ ટાઈડ’ એટલે કે અસામાન્ય રીતે ઊંચી ભરતીના કારણે બે મોટાં એરપોર્ટ પાણીમાં ગરકાવ થવાનું જોખમ ઊભું થયું છે. હવામાનની આ સ્થિતિને પગલે ભારે વરસાદનો છેલ્લા 43 વર્ષનો રેકોર્ડ તૂટી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અમેરિકાના ઈસ્ટ કોસ્ટ વિસ્તારમાં હવામાન વધુ ગંભીર બની શકે છે, જ્યાં 96 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વાવાઝોડાં, ભારે વરસાદ અને ઊંચી ભરતીના સંયુક્ત ખતરાને પગલે અનેક વિસ્તારોમાં જનજીવન અને પરિવહન વ્યવસ્થા ખોરવાવાની ભીતિ છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
