News of Wednesday, 25th November 2026
અમેરિકા ફરી ટેરિફનું શસ્ત્ર ઉગામવાની તૈયારીમાં : દક્ષિણ કોરિયા સહિત ૧૬ વેપારી ભાગીદાર દેશોને નિશાન બનાવવાના અહેવાલથી વૈશ્વિક વેપારજગતમાં ચિંતા નવા આયાત વેરાના દર અને અમલીકરણની તારીખ અંગે અનિશ્ચિતતા : આ યાદીમાં ભારતનો સમાવેશ થશે કે કેમ તે અંગે સત્તાવાર જાહેરાત પર સૌની નજર

વોશિંગ્ટન : અમેરિકાનું ટ્રમ્પ વહીવટીતંત્ર ફરી એકવાર આક્રમક વેપાર નીતિ અપનાવતા દક્ષિણ કોરિયા સહિત ૧૬ વેપારી ભાગીદાર દેશો સામે નવા આયાત વેરા જાહેર કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ સંભવિત પગલાને પગલે આંતરરાષ્ટ્રીય વેપારજગતમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
અમેરિકાની આ સંભવિત જાહેરાત વૈશ્વિક બજાર, આંતરરાષ્ટ્રીય વેપાર અને વિવિધ દેશોના નિકાસકારો માટે અત્યંત મહત્વપૂર્ણ અને અસરકારક બની શકે છે. ટેરિફમાં વધારો થવાની આશંકાથી વેપારી વર્તુળોમાં અત્યારથી જ ગણતરીઓ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
જોકે, નવા ટેરિફના દર કેટલા હશે, તેનો અમલ ક્યારથી કરવામાં આવશે અને સૌથી મહત્વપૂર્ણ કે આ ૧૬ દેશોની યાદીમાં ભારતનો સમાવેશ થાય છે કે કેમ, તેની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સમગ્ર મામલે અમેરિકી વહીવટીતંત્રની સત્તાવાર જાહેરાત પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
