<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ઈરાનના હુમલામાં અમેરિકાને ગંભીર નુકસાનઃ સમારકામમાં અબજો ડોલર ખર્ચાશે

અમેરિકાના સુરક્ષા કવચની નબળાઈ છતી થઈ : ગલ્‍ફ દેશોમાં અમેરિકાના સૈન્‍ય મથકોમાં રડાર સિસ્‍ટમો, આધુનિક ઉપકરણોનો કચ્‍ચરઘાણ નીકળી ગયો હતો

વોશિંગ્‍ટન,તા.૨૭: પર્શિયન ગલ્‍ફમાં તાજેતરના ઈરાનના હુમલામાં અમેરિકી સૈન્‍ય મથકો તેમજ સાધનોને અગાઉ જણાવ્‍યા કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ નુકસાન થયું છે એવો દાવો આ બાબત સાથે સંકળાયેલા અધિકારીઓએ કર્યો છે. જાહેર ધારણા કરતા ખૂબ જ વધુ પ્રમાણમાં થયેલા નુકસાનનું મૂલ્‍ય અબજો ડોલર થઈ શકે છે. જો કે નુકસાન વિશે વિગતવાર માહિતી હજી સત્તાવાર રીતે જાહેર નથી કરાઈ. આ જાણકારી પછી અમેરિકાની ટ્ટ સુરક્ષા સીસ્‍ટમો સામે નવેસરથી સવાલો ઊભા થયા છે.

૨૮ ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયો ટ્ટ ત્‍યારથી ઈરાને આ વિસ્‍તારમાં અનેક હુમલા કર્યા છે.

આ હુમલામાં ઓછામાં ઓછા સાત દેશોમાં મહત્‍વના સૈન્‍ય માળખાને લક્ષ્યાંક બનાવવામાં આવ્‍યા હતા જેમાં સંગ્રહ સુવિધા, કમાન્‍ડ કેન્‍દ્રો, વિમાન હેન્‍ગરો તેમજ સેટેલાઈટ કોમ્‍યુનિકેશન સીસ્‍ટમો સામેલ હતી.

આ હુમલાનો વ્‍યાપ ઈરાનની મહત્‍વની સંચાલકીય હબનો નાશ કરવાની ક્ષમતા દર્શાવે છે.

માળખાકીય નુકસાન ઉપરાંત આ હુમલાએ રનવે, રડાર સીસ્‍ટમો અને વિમાન જેવા જરૂરી સૈન્‍ય સાધનોને પણ ગંભીર અસર પહોંચાડી છે. આ ઉપકરણો સર્વેલન્‍સ તેમજ મોબિલિટી માટે મહત્‍વના હતા. નોંધનીય બાબત છે કે ઈરાનનું જૂનુ એફ-૫ ફાઈટર જેટ પણ અમેરિકી હવાઈ સુરક્ષા યંત્રણાને સફળતાપૂર્વક પાર કરવામાં સફળ રહ્યું

હતું જેના કારણે અમેરિકી સીસ્‍ટમની નબળાઈ બાબતે ચિતા ફેલાઈ છે.નુકસાનના વ્‍યાપક સ્‍તર છતાં અમેરિકી સંરક્ષણ વિભાગ તેમજ સેન્‍ટ્રલ કમાન્‍ડે વિગતવાર માહિતી ગોપનીય રાખી છે. પારદર્શિતાના આ અભાવે અનેક રિપબ્‍લિકન સેનેટરોને હતાશ કર્યા છે, જેમણે વારંવાર સ્‍પષ્ટતાની માગણી કરી હતી પણ તેમને સફળતા નહોતી મળી.

પેન્‍ટેગોને યુદ્ધના ખર્ચ માટે કોંગ્રેસ પાસે ૨૦૦ અબજ ડોલરથી વધુની માગણી કરી છે જેમાં ૧૧ અબજ ડોલર તો પહેલા જ અઠવાડિયામાં ખર્ચાઈ ચુકાયા છે. આ માગણી દોઢ ટ્રિલિયન સંરક્ષણ બજેટના પ્રસ્‍તાવ પછી આવી છે, જે અગાઉની ફાળવણી કરતા નોંધપાત્ર પ્રમાણમાં વધુ છે. દરમ્‍યાન કોંગ્રેસે ૨૦૨૬ માટે ૮૩૮ અબજ ડોલર મંજૂર કર્યા છે, જેના કારણે સૈન્‍ય ખર્ચ અને જવાબદારી બાબતે તીવ્ર વિવાદ સર્જાયો છે

(10:38 AM IST)