તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ચીન જે પાક વાવ્યો તે હવે અમેરિકા લણશે! વેનેઝુએલા સાથે યુએસની અબજો ડોલરની ઓઇલ ડીલે શી જિનપિંગની ઊંઘ ઉડાડી
$65 અબજ બેરલ તેલ પર યુએસનો કબજો : ચીને જે તેલ ક્ષેત્રોમાં અબજો ડોલરનું રોકાણ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું હતું, હવે તેમાંથી ક્રૂડ ઓઈલ કાઢીને વિશ્વભરમાં વેચવાનો તમામ અધિકાર વોશિંગ્ટન પોતાના હાથમાં લીધા

વોશિંગ્ટન : મધ્ય અને દક્ષિણ અમેરિકાના ભૂરાજકારણમાં એક મોટો આંચકો આપતા, યુનાઇટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલા વચ્ચે થયેલી એક નવી અને ઐતિહાસિક તેલ ડીલે ચીનની આર્થિક અને વ્યૂહાત્મક ગણતરીઓને ધ્વસ્ત કરી દીધી છે. વેનેઝુએલાના 65 અબજ બેરલના વિશાળ તેલ ભંડાર પર છેલ્લા બે દાયકાથી ચીનનું એકહથ્થુ શાસન હતું, પરંતુ અમેરિકન કંપની નોર્થ અમેરિકન બ્લુ એનર્જી પાર્ટનર્સ (NABEP) ને 17 તેલ પ્રોજેક્ટ્સ અને 14 નવા કરાર સોંપાયા બાદ વાર્તા પલટાઈ ગઈ છે. ચીને જે તેલ ક્ષેત્રોમાં અબજો ડોલરનું રોકાણ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું હતું, હવે તેમાંથી ક્રૂડ ઓઈલ કાઢીને વિશ્વભરમાં વેચવાનો તમામ અધિકાર વોશિંગ્ટન પોતાના હાથમાં લઈ ચૂક્યું છે.
છેલ્લા બે દાયકામાં ચીને વેનેઝુએલાને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા અબજો ડોલરની લોન આપી હતી અને બદલામાં સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ મેળવતું હતું. વર્ષ 2025 સુધી ચીન વેનેઝુએલાના કુલ તેલ ઉત્પાદનનો અડધાથી વધુ ભાગ ખરીદતું હતું. પરંતુ અમેરિકા અને કારાકાસ વચ્ચેની આ નવી વ્યવસ્થા હેઠળ હવે અમેરિકી કંપનીઓ માત્ર ગ્રાહક નહીં પરંતુ તેલના ઉત્ખનનથી લઈને વેચાણ સુધીની આખી સપ્લાય ચેઈનની મુખ્ય ખેલાડી બની ગઈ છે. આનાથી ચીનની નાની રિફાઇનરીઓ (ટીપોટ રિફાઇનરીઝ) ને મળતું સસ્તું ક્રૂડ અટકી જશે, જેના કારણે બેજિંગના પેટ્રોકેમિકલ ઉદ્યોગને સીધો અને કરોડો ડોલરનો ફટકો પડવાની પૂરી શક્યતા છે.
અમેરિકાના આ વળતા પ્રહારથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામે માત્ર ઉર્જા સુરક્ષાનું જ સંકટ ઊભું નથી થયું, પરંતુ નાણાકીય નુકસાનનો મોટો ખતરો પણ તોળાઈ રહ્યો છે. ચીનની બેંકોની અંદાજે $10 બિલિયન (₹83,000 કરોડથી વધુ) ની લોન હજુ પણ વેનેઝુએલા પાસે બાકી છે. વોશિંગ્ટનની તેલ ક્ષેત્રે વધતી જતી પકડને કારણે આ દેવાની વસૂલાત પર પણ તલવાર લટકી ગઈ છે. લેટિન અમેરિકા જેવા અમેરિકાના "બેકયાર્ડ" માં ચીન જે રીતે પગપેસારો કરી રહ્યું હતું, તેને અમેરિકાએ આ ઓઇલ ડીલ દ્વારા એક જ ઝાટકે જમીનદોસ્ત કરી દીધું છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
