<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

અમેરિકા ટૂંક સમયમાં ઈરાન ઉપર પરમાણુ હુમલો કરશે

લોકપ્રિય ટીવી શો હોસ્‍ટ અને પત્રકાર ટકર કાર્લસને દાવો કર્યો : દુનિયા નિહાળશે મોટી તબાહી

ઇરાનઃતા.૨:અમેરિકા ટૂંક સમયમાં ઈરાન સામે પરમાણુ હુમલો કરી શકે છે. એવી આશંકા છે કે ઈઝરાયલના દબાણ હેઠળ થોડા દિવસોમાં આ નિર્ણય લેવામાં આવશે. લોકપ્રિય ટીવી શો હોસ્‍ટ અને પત્રકાર ટકર કાર્લસને આ દાવો કર્યો છે. જોકે, આગામી પગલાં અંગે યુએસ સેના કે ઇઝરાયલી સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્‍યું નથી. આ ઘટનાક્રમ એવા સમયે આવ્‍યો છે જ્‍યારે અમેરિકાએ ફરી એકવાર ઈરાન સામે કાર્યવાહીનો સંકેત આપ્‍યો છે અને વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂનું ગઠબંધન ઇઝરાયલી ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્‍ફળ ગયું છે.

આ બાબતથી પરિચિત એકસ્ત્રોતને ટાંકીને ટકર કાર્લસને લખ્‍યું છે કે નેતન્‍યાહૂ આ બાબતે દરરોજ યુએસ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો સંપર્ક કરી રહ્યા છે. તેમણે લખ્‍યું છે કે, ‘‘ઈઝરાયલી વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂના દબાણ હેઠળ, ટ્રમ્‍પ વહીવટીતંત્ર થોડા દિવસોમાં ઈરાન પર પરમાણુ હુમલો કરી શકે છે.''

કાર્લસને દાવો કર્યો છે કે આ હુમલો મધ્‍ય ઈરાનના પિકાક્‍સ પર્વતો પર થશે. તેમણે લખ્‍યું છે કે, ‘‘ઈઝરાયલી ગુપ્તચર એજન્‍સીઓ દાવો કરે છે કે ઈરાની સરકારે અહીં પરમાણુ કાર્યક્રમ શરૂ કર્યો છે.'' કોઈ પણ સામાન્‍ય અમેરિકન હથિયાર ૩૦૦ ફૂટ ગ્રેનાઈટમાં ઘૂસીને તે ટનલનો નાશ કરી શકશે નહીં જ્‍યાં પરમાણુ કાર્યક્રમ કથિત રીતે હાથ ધરવામાં આવી રહ્યો છે. એકમાત્ર લશ્‍કરી ઉકેલ પરમાણુ હુમલો છે. એક આંતરિક વ્‍યક્‍તિના હવાલાથી તેમણે લખ્‍યું, ‘‘બીબી ટ્રમ્‍પને આ વિશે દરરોજ ફોન કરે છે.''

તેમણે આ વાતને ઇઝરાયલી ચૂંટણીઓ સાથે પણ જોડી. તેમણે લખ્‍યું, ‘‘નેતન્‍યાહુ ખૂબ જ ચિંતિત છે. ગયા અઠવાડિયાના ચૂંટણી પરિણામો પછી, જ્‍યાં સુધી ટ્રમ્‍પ ઇઝરાયલી રાજકારણમાં સીધી દખલ ન કરે અને અન્‍ય પક્ષો સાથે સોદો ન કરે ત્‍યાં સુધી તેઓ સરકાર બનાવી શકતા નથી, જેનાથી નેતન્‍યાહૂને નેસેટમાં ૬૧ બેઠકો મળશે. જો આવું નહીં થાય, તો તેઓ વડા પ્રધાન તરીકેનું પદ ગુમાવશે અને તપાસ અને જેલની સજા પણ ભોગવવી પડી શકે છે. નેતન્‍યાહૂએ ટ્રમ્‍પની નજીક રહેવું પડશે. તેમને આ યુદ્ધની જરૂર છે.''

કાર્લસને દાવો કર્યો, ‘‘આ માટે, તેમણે સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ અને સેન્‍ટકોમ કમાન્‍ડર બ્રેડ કૂપર સહિત વહીવટમાં તેમના નજીકના સહયોગીઓ પર દબાણ કરવાનું શરૂ કર્યું છે.'' યુદ્ધનું યોગ્‍ય રીતે સંચાલન કરવામાં નિષ્‍ફળ ગયા પછી, બંને કોઈપણ સમાધાનનો વિરોધ કરે છે. બંને મોટા ઓપરેશન શરૂ કરવાની તરફેણ કરે છે. રાજ્‍ય સચિવ માર્કો રુબિયો અને CIA ડિરેક્‍ટર જોન રેટક્‍લિફ પણ નેતન્‍યાહૂ સાથે સંમત છે, અને ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓમાં પણ પરિસ્‍થિતિ સમાન છે.

ઇઝરાયલી અખબાર યેદિયોથ અહરોનોથે અહેવાલ આપ્‍યો છે કે ઇઝરાયલે ઇરાન સાથે સંભવિત નવા લશ્‍કરી સંઘર્ષ માટે તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. દરમિયાન, યુએસ સેન્‍ટ્રલ કમાન્‍ડના વડાએ રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પને ઇરાન પર હુમલા ફરી શરૂ કરવા માટેના વિકલ્‍પો રજૂ કર્યા છે. અખબારે, અનામી રાજકીયસ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્‍યો છે કે ઇઝરાયલી સૈન્‍યએ સંભવિત નવા સંઘર્ષ માટે તેની રક્ષણાત્‍મક અને આક્રમક તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જો કે, લશ્‍કરી કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય ટ્રમ્‍પ પર રહે છે, જ્‍યારે વોશિંગ્‍ટન અને તેહરાન વચ્‍ચે વાટાઘાટો ચાલુ રહે છે.

અખબાર અનુસાર, યુએસ સેન્‍ટ્રલ કમાન્‍ડના વડા બ્રેડ કૂપરે સંરક્ષણ સચિવ પીટ હેગસેથ અને જોઈન્‍ટ ચીફ્‌સ ઓફ સ્‍ટાફના અધ્‍યક્ષ ડેન કેઈનની હાજરીમાં ટ્રમ્‍પ સમક્ષ લશ્‍કરી કાર્યવાહીના વિકલ્‍પો રજૂ કર્યા હતા. જો કે, લશ્‍કરી કાર્યવાહી ફરી શરૂ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્‍યો નથી.

કાર્લસને ભારત અને પાકિસ્‍તાનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લખ્‍યું, ‘‘...અમેરિકાએ કયારેય યુદ્ધમાં પરમાણુ શષાોનો ઉપયોગ કર્યો નથી. જો અમેરિકા ઈરાન પર હુમલો કરે, તો તે એક નવી મિસાલ હશે. રશિયનોએ ઓછામાં ઓછી બે સરકારોને એમ પણ કહ્યું છે કે જો અમેરિકા પરમાણુ હુમલો કરે, તો તેઓ યુક્રેન પર હુમલો કરવા માટે પણ સ્‍વતંત્ર રહેશે. પાકિસ્‍તાન અને ભારત, ઉત્તર કોરિયા અને સિઓલ પણ એવું વિચારી શકે છે. પહેલા પરમાણુ હુમલા પછી, ત્રીજું વિશ્વ યુદ્ધ થશે. તે યુદ્ધ ટૂંકું અને અંતિમ હશે.''

તેમણે નિષ્‍ણાતોને ટાંકીને કહ્યું કે ટ્રમ્‍પ આગામી અઠવાડિયે નક્કી કરી શકે છે કે પરમાણુ શષાોનો ઉપયોગ કરવો કે નહીં. તેમણે લખ્‍યું, ‘‘તે તારીખ ૭ નવેમ્‍બર, છ દિવસ પછી હશે.'' ‘‘હાલ માટે, ટ્રમ્‍પ ખચકાટ અનુભવી રહ્યા છે અને તેમના ઉપરાષ્‍ટ્રપતિ જે.ડી. વાન્‍સ અને રાજદૂત સ્‍ટીવ વિટકોફને સાંભળી રહ્યા છે. બંને માને છે કે ઈરાન સાથે સોદો શકય છે.''

(3:24 PM IST)