<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

અમેરિકન સરકાર ટૂંક સમયમાં એલિયન્સ અને યુએફઓ સંબંધિત નવી અને ગુપ્ત માહિતી દુનિયા સમક્ષ જાહેર કરશે: ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અવકાશ અને બ્રહ્માંડના રહસ્યો અંગે એક ખૂબ જ મોટી અને ઐતિહાસિક જાહેરાત કરી રહી છે. અમેરિકન અવકાશ સંસ્થા નાસાના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમેરિકન સરકાર ટૂંક સમયમાં જ યુએફઓ એટલે કે અજાણ્યા ઉડતા વાહનો સંબંધિત વધુ માહિતી અને કેટલાક અત્યંત ગુપ્ત પુરાવાઓ દુનિયા સમક્ષ જાહેર કરશે. 

 

લાંબા સમયથી સમગ્ર દુનિયાભરના લોકો અને વિજ્ઞાન નિષ્ણાતો પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર જીવન અને એલિયન્સ વિશે જાણવા માટે અત્યંત ઉત્સુક છે. 

 

રાષ્ટ્રપતિની આ જાહેરાતથી ખગોળશાસ્ત્રીઓ, વિજ્ઞાનીઓ અને સામાન્ય લોકોમાં ભારે આશ્ચર્ય અને ઉત્સુકતા જાગી છે. 

 

નાસાના વર્તમાન એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેન અને આગામી 'આર્ટેમિસ ૨' મિશનના ક્રૂ મેમ્બર્સની ખાસ હાજરીમાં આ ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું હતું. આ વિશેષ બેઠકમાં અમેરિકાના અવકાશ સંશોધન અને ભવિષ્યના ગુપ્ત પ્રોજેક્ટ્સ પર પણ ખૂબ ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. 

 

વિવિધ આંતરરાષ્ટ્રીય સ્ત્રોતો અને સોશિયલ મીડિયા પર સક્રિય નિષ્ણાતો એવું માની રહ્યા છે કે અમેરિકાની સેના અને સરકાર પાસે એલિયન્સ અથવા અજાણ્યા ઉડતા વાહનો અંગે કેટલાક નક્કર અને મોટા પુરાવાઓ છે, જે અત્યાર સુધી રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યા હતા. હવે જ્યારે ખુદ પ્રેસિડેન્ટે આ ગુપ્ત માહિતી સામાન્ય લોકો સમક્ષ મૂકવાની ખુલ્લી વાત કરી છે, ત્યારે આખી દુનિયાની નજર અમેરિકન સરકારના આગામી સત્તાવાર પગલાં પર ટકેલી છે. 

 

આ અહેવાલો અને વીડિયો બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અનેક પ્રકારની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે, જેમાં કેટલાક લોકો દ્રઢપણે માની રહ્યા છે કે આ જાહેરાત કદાચ માનવજાતના ઇતિહાસની સૌથી મોટી અને યુગ પ્રવર્તક વૈજ્ઞાનિક ઘટના બની શકે છે.

(9:25 AM IST)